રાજકોટથી પીપાવાવ સિંગદાણા લઇને જતા ટ્રકમાં બાબરાથી સાવર કુંડલા જવા લીફટ લેનાર શખ્સે ટ્રક ચાલક પર હુમલો કરી રુા.20 લાખના સિંગદાણા અને રુા.7 લાખની કિંમતના ટ્રક સાથે ભાગી છુટતા અમરેલી પોલીસે હાઇવે પર નાકાબંધી કરાવી હતી અને ટ્રક માલિકે અમરેલી-કુંડલા રોડ પર ફિલ્મી ઢબે પીછો કરી લૂંટ ચલાવનાર મહુવાના શખ્સને ઝડપી બાબરા પોલીસને સોપી દીધો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત રાજુલાના ડુંગર ગામે રહેતા અને મહુવાના મોહમદભાઇ સફીભાઇનો ટ્રક ચલાવતા માણંદભાઇ પીઠાભાઇ મારુ રાજકોટના કુવાડવા ચોકડી પાસેથી સિંગદાણા ભરીને પીપાવાવ જવા પોતાના જી.જે.10એકસ. 9881 નંબરનો ટ્રક લઇને નીકળ્યા બાદ બાબરાની માલધારી હોટલ પાસે ચા પીવા ઉભા રહ્યા હતા
રૂ.27 લાખના સિંગદાણા અને ટ્રકની લૂંટ ચલાવી ભાગેલા શખ્સોનો અમરેલી પોલીસ અને ટ્રક માલિકને ફિલ્મી ઢબે પીછો કરી સાવર કુંડલા પાસેથી ઝડપી લીધો
નશો કરેલી હાલતમાં લૂંટ ચલાવી ટ્રક ચલાવતા શખ્સે અમરેલી અને કુંડલા વચ્ચે એક રિક્ષા અને ચાર કારને ઠોકર મારી ભાગવાનો પ્રયાસ કર્યો
રાજકોટથી પીપાવાવ સિંગદાણા લઇ જવાતા ટ્રકની લૂંટથી પોલીસે હાઇવે પર નાકાબંધી કરાવી
ત્યારે તેમની ટ્રકમાં મહુવાના તોહીદ ખાટકી અને એક અજાણ્યો શખ્સ મહુવા જવાનું કહી સાવર કુંડલા સુધી ટ્રકમાં બેસી ગયા હતા. ટ્રક બાબરાથી થોડે દુર ભીલડી ગામ પાસે પહોચ્યો ત્યારે અજાણ્યો શખ્સે પોતાને ટ્રક ચલાવવા દેવાનું કહ્યું હતું. આથી ટ્રક ચાલક માણંદભાઈ મારુએ ટ્રક ચલાવવા ન આપતા તેના પર લોખંડના હુકથી હુમલો કર્યો હતો. માણંદભાઇ મારુને બચાવવા તાહિદ ખાટકી વચ્ચે પડતા તેને પર પણ હુમલો કરતા બંને પોતાનો જીવ બચાવી ભાગી ગયા હતા ત્યારે અજાણ્યો શખ્સ સિંગદાણા ભરેલો ટ્રક લઇને અમરેલી તરફ ભાગી ગયો હતો.
ઘવાયેલા ટ્રક ચાલક માણંદભાઇ મારુ અન્ય ટ્રક ચાલકની મદદથી સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં દાખલ થયા બાદ ટ્રક માલિક મોહમદ સફીભાઇને જાણ કરી હતી. સિંગદાણા સાથે ટ્રકની લૂંટ ચલાવી ભાગેલો શખ્સ અમરેલી થઇ સાવર કુંડલા તરફ જતો હોવાની માહિતીના આધારે પોલીસે નાકાબંધી કરાવી હતી અને મોહમદભાઇએ પોતાના સંબંધીઓ સાથે કાર લઇ ટ્રકનો પીછો કર્યો હતો. ત્યારે ટ્રકની લૂંટ ચલાવી ભાગેલા શખ્સે ચાર કાર અને એક રિક્ષાને ઠોકર મારી હતી. સાવર કુંડલા પાસે કાર ચાલકે ટ્રકની ઓવર ટેક કરી લૂંટારાને ઝડપી પૂછપરછ કરતા તે મહુવાનો ફેજલ મેમણ હોવાનું જાણવા મળ્યું હતું. ફેજલ મેમણને બાબરા પોલીસ હવાલે કરતા પીેએસઆઇ એ.એમ.રાધનપરાએ તપાસ હાથધરી છે.