મલ્ટીનેશનલ કંપનીઓના માથાના દુ:ખાવા સમાન બાબા રામદેવ આવતા પાંચ વર્ષમાં ૧ લાખ કરોડના ઉત્પાદન વેંચશે
ગીર ગામના દુધનું ઉત્પાદન પાંચ લીટરથી વધારીને પચાસ લીટર કરવાની નેમ યોગ ગુરુ બાબા રામદેવે લીધી છે. ગુજરાતના પ્રવાસ દરમીયાન તેમણે આ વાત વ્યકત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગત નાણાકીય વર્ષમાં પતંજલીનું ટર્નઓવર ‚ા ૧૦,૫૬૧ કરોડ હતું હવે અમે આગામી પાંચ વર્ષમાં ‚ા ૧ લાખ કરોડનું ટર્નઓવરનો ટાર્ગેટ પુરો કરવાનો પ્રયાસ કરીશું. તેમણે આગામી ૨૦ થી ૨૫ વર્ષમાં સામાજીક કાર્યો માટે નફાની ૧૦૦ ટકા રકમ દાન આપવાની જાહેરાત પણ કરી હતી.
એફએમસીજી ક્ષેત્રે મલ્ટીનેશનલ કંપનીઓને હંફાવતી પતંજલીનું સફરસંચાલન કરતા બાબા રામદેવે વધુમાં ઉમેર્યુ હતું કે, ભારતમાં બીઝનેશ કરતી વિદેશી કંપનીઓ દાનમાં કશું આપતી નથી. જયારે અમે સમાજના વિકાસ માટે અમારો તમામ નફો દાનમાં આપવા તૈયાર છીએ.
તેમણે ગુજરાતમાં ગાય સંશોધન સેન્ટર સ્થાપવાની જાહેરાત પણ કરી હતી. આ મામલે તા.ર૧ના રોજ સત્તાવાર જાહેરાત થશે તેવું તેમણે ઉમેર્યુ હતું સંશોધન સેન્ટરમાં ગીર ગાયના દુધનું ઉત્પાદન પાંચ લીટરથી વધારી પચાસ લીટર કરવાની ઇચ્છા પણ તેમણે જાહેર કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મારી કર્મભૂમિ એવા ગુજરાતનાં અમદાવાદ ખાતે તા.૧૮ી ૨૧ જૂન દરમિયાન કરવામાં આવશે. જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કરશે અને સમાપનનાં દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ઉપસ્તિ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તા.૨૧મી જૂનનો લખનૌ ખાતેનો પૂર્વનિર્ધારિત વિશ્વ યોગ દિનનો કાર્યક્રમ છે ત્યારે વચ્ચેના કોઇ દિવસે તેઓ આવે એ માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે. અમદાવાદમાં આ વર્ષે નારી વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશ્વ રેકોર્ડ પણ સર્જશે.
આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પતંજલિ યોગપીઠના રાષ્ટ્રીય પ્રભારી ડો.જયદીપ આર્ય, ગુજરાત પ્રભારી શિશપાલજી ઉપસ્તિ રહ્યા હતા.સ્વામી રામદેવજીએ જણાવ્યું કે અમદાવાદમાં બે ગ્રાઉન્ડ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ અને અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ ખાતે પાંચ લાખ લોકો યોગાસન કરશે એ સૌી મોટો રેકોર્ડ સર્જાશે. ચાર દિવસ સવારે ૫ી ૭.૩૦ દરમિયાન યોજાશે. જેનો ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સન પામે તે માટેનો પ્રયાસ રહેશે. પતંજલિ યોગપીઠ ઉપરાંત ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આ આયોજન ઇ રહ્યું છે. ઓનલાઇન રજિસ્ટ્રેશની માંડીને ગ્રામ્ય સ્તરે નોંધણી કરવામાં આવશે. સો જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ કાર્યમાં જોડાશે. યોગના વધી રહેલા પ્રભાવ અને વર્તમાન સ્તિને કારણે એક વાત ચોક્કસ કહી શકાય કે આગામી ૨૦ી ૨૫ વર્ષમાં ભારત આધ્યાત્મિક, ર્આકિ અને રાજનીતિક સુપર પાવર બનશે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પણ યોગમાં જોડાય તે માટે ડોર-ટુ-ડોર કેમ્પેન શે.
તેમણે કહ્યું કે ગુજરાતમાં ગો અનુસંધાન કેન્દ્ર બને તે માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે. જેને કારણે જે ગીર ગાય બ્રાઝિલમાં ૫૦ી ૬૦ લિટર દૂધ આપે તે ગાય ગુજરાત અને ભારતમાં પણ એટલી જ દૂધ આપે તે માટેનો પ્રયાસ શે. સો જ પતંજલિની વિવિધ પ્રોડક્ટ્સનું વાર્ષિક ટર્ન ઓવર ૧૦ કરોડી વધુનું છે અને મારો પ્રયાસ રહેશે કે તે વાર્ષિક એક લાખ કરોડ રૂપિયા પહોંચે. તે આવકમાંી અમે શહીદોના સંતાનો માટે શહીદ સૈનિક સ્કૂલનું આયોજન કરીશું. અત્યારે આજે ફેસબુક ઉપર ૮૨ લાખી વધુ ફ્રેન્ડ્સ અને આઠ લાખી વધુ ફોલોઅર્સ છે.