કપરાકાળમાં ઊંચા ભાવે દવાઓ વેંચીને નફો રળવા નીકળી પડેલા માફિયાઓનો વિરોધ: બાબા રામદેવ
યોગગુરૂ બાબા રામદેવે એક સપ્તાહથી એલોપેથીક તબીબો પર નિશાન સાધવાનું સતત યથાવત રાખ્યું છે. હરિદ્વારના યોગ ગ્રામ કેન્દ્ર ખાતે બુધવારે બાબાએ એલોપેથી ચિકિત્સા પદ્ધતિ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, ભ્રષ્ટ નેતાઓ અને ફાર્મા માફિયાઓ આરોગ્ય ક્ષેત્રની હાલત કફોડી બનાવી દીધી છે. ભ્રષ્ટ નેતાઓ લોકોને ધર્મના નામે તોડી રહ્યા છે અને બીજી બાજુ ફાર્મા માફિયાઓ ખરાબ આરોગ્ય ચિકિત્સા પદ્ધતિ થકી સમાજને નાદુરસ્ત બનાવી રહ્યા છે.
બાબાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહેતા હતા કે અગાઉના વડાપ્રધાન ૧૦૦ રૂપિયા મોકલતા હતા તો લાભાર્થી સુધી ફક્ત ૨૦ રૂપિયા જ પહોંચતા હતા. તેવી જ રીતે હાલ મોટી મોટી વાતો વચ્ચે ખરેખર શું થઈ રહ્યું છે ? તે બાબતે પ્રશ્નાર્થ ઉદ્ભવ્યો છે. દરેક ડગલે ને પગલે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, લોકોને ધર્મના નામે લડાવીને ભારત દેશની એકતાને તોડવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. બીજી બાજુ તબીબોને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે પરંતુ શું ખરેખર તબીબો ભગવાનની ભૂમિકામાં છે કે કેમ ? ખરેખર સારવારના નામે શું થઈ રહ્યું છે? તે અંગે પણ પ્રશ્નાર્થ ઉદ્ભવ્યો છે.
અગાઉ સોમવારે બાબાએ કહ્યું હતું કે, પતંજલિ યોગપીઠ દ્વારા એલોપેથીક કોલેજ શરૂ કરીને એમબીબીએસ તબીબોને ટ્રેનિંગ આપવામાં આવશે. જ્યારે બાદમાં બાબાએ કહ્યું હતું કે, તેમને એલોપેથી અથવા એલોપેથીની પ્રેક્ટિસ કરનાર તબીબો પ્રત્યે કોઈ પણ લાગણી નથી પરંતુ તેઓ આ ચિકિત્સા પદ્ધતિની વિરુદ્ધમાં છે. કપરા કાળનો લાભ લઇને લોકોને ઊંચા ભાવે દવાઓ વેચી નફો રળવા નીકળી પડેલા ફાર્મા માફિયાઓના તેઓ સખત વિરોધી છે.
બુધવારે યોગ શિબિર દરમિયાન બાબાએ કહ્યું હતું કે, તેઓ એલોપેથીક ચિકિત્સા પદ્ધતિના વિરોધમાં નથી પરંતુ એલોપેથી ચિકિત્સા પદ્ધતિ આપનારા તબીબો કારણ વિનાનો ભય ઊભો કરીને લોકોને ડરાવીને નાણાં રળી રહ્યા છે તે બાબતના વિરોધી છે. લોકોએ તબીબોની આ મનોવૃત્તિથી બચવાની કોશિશ કરવી જોઈએ અને ભયભીત ન થવું જોઈએ.
બુધવારે તેમના યોગ શિબિરમાં ભાગ લેનાર વ્યક્તિઓ સાથેની વાતચીત દરમિયાન, રામદેવે ફરીથી પુનરોચ્ચાર કર્યો, “હું એલોપથીની વિરુદ્ધ નથી, પરંતુ સારવાર માટે‘ સંકલિત માર્ગ ’હોવો જોઈએ. જીવન બચાવતી કટોકટીઓ અને શસ્ત્રક્રિયા દરમિયાન એલોપથી સારી છે પરંતુ એલોપથી ડોકટરો દર્દીઓમાં વારંવાર બિનજરૂરી ગભરાટ અને ભય પેદા કરે છે. આને ટાળવું જોઈએ