‘કોરોનીલ’ નામની ઉઠાંતરી કરવા બદલ મદ્રાસ હાઈકોર્ટે કોપીરાઈટ એકટ મુજબ પતંજલી આયુર્વેદને આ નામનો ઉપયોગ કરવા પર ૩૦ જુલાઈ સુધી પ્રતિબંધ મૂકયો
વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની હજુ સુધી કોઈ અસરકારક દવા શોધાઈ નથી ત્યારે લોકોમાં ફેલાયેલા કોરોનાના ડરનો લાભ લઈને પોતાની રોકડી કરી લેવા વિશ્વભરની અનેક દવા કંપનીઓ કોરોનાની દવાના નામે પોતાની આવક વધારી રહ્યા છે. જયારે યોગગુરૂ બાબા રામદેવે પણ તેમની કંપની પંતજલીએ કોરોનાની દવા શોધી હોવાની મોટા ઉપાડે જાહેરાત કરી હતી. પરંતુ આયુષ મંત્રાલયે આ દવાની અસરકારકતાના પૂરાવા માંગતા અને વિવાદ વધતા બાબાએ શ્રીર્ષાસન કરીને કોરોનાની દવાના મુદે પલ્ટી મારી હતી પોતાની બીજી આંખમાં ક્ષતિ ધરાવતા બાબા રામદેવને કોરોના સામે ત્રીજી આંખ ખોલવાનો દાવો કરવાનો મોંઘો પડયો છે. હવે મદ્રાસ હાઈકોર્ટે પણ બાબા-ગોળીને કોરોનીલ નામ આપવા પર પ્રતિબંધ મૂકયો છે.
દેશભરમાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે. ત્યારે યોગગુરૂ બાબા રામદેવે કોરોનાની અસરકારક દવા શોધી હોવાનો દાવો કરીને પોતાની આયુર્વેદીક કંપની પતંજલી મારફતે ‘કોરોનીલ’ દવાને બજારમાં મૂકવાનો દાવો કર્યો હતો. જે બાદ વિવાદ થતા કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે આ દવા બનાવવાની મંજૂરી, થયેલા હ્યુમન ટ્રાયલ સહિતના પૂરાવાઓ માંગ્યા હતા આ મુદે બાબા સામે હાઈકોર્ટમાં કેસો પણ થયા હતા જે બાદ બાબા રામદેવે નકોરોનીલથ દવા મુદે પોતાના દાવાઓ પરથી પલ્ટી મારીને આ દવાને કોરોનાની નહી પરંતુ રોગ પ્રતિકારક શકિત વધારનારી ગણાવી હતી આ વિવાદ હજુ ઠંડો પડયો નથી ત્યાં બાબાએ ‘કોરોનીલ’ નામની ઉઠાંતરી કરી હોય મદ્રાસ હાઈકોર્ટે આ નામ વાપરવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.
ચેન્નાઈની અરૂદ્ર એન્જીનીયરીંગ કંપનીએ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરીને પતંજલીને ‘કોરોનીલ’ નામના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા દાદ માંગી હતી. આ અરજીમાં એવો દાવો કરાયો હતો કે તેમની કંપની મોટી મશીનરી અને ક્ધટેનમેન્ટ યુનિટોને સાફ કરવા સેનીટાઈઝર અને કેમીકલ બનાવે છે. તેની બે પ્રોડકટો નકોરોનીલ-૨૧૩’ એસપીએલ અને નકોરોનીલ-૯૨ બીથ વર્ષ ૧૯૯૩થી રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક ધરાવે છે.
આ બંને પ્રોડકટ પરનાં ટ્રેડમાર્ક ૨૦૨૭ સુધી માન્ય છે. જેથી, પતંજલી આયુર્વેદએ તાજેતરમાં લોન્ચ કરેલી પોતાની દવામાં ‘કોરોનીલ’ નામનો ઉપયોગ કરીને ટ્રેડમાર્કના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કંપનીએ તેમની આ પ્રોડકટો ભેલ ઈન્ડીયન ઓઈલ વગેરે સરકારી કંપનીઓને સપ્લાય કરતા હોવાનો દાવો પર આ અરજીમાં કર્યો હતો.
મદ્રાસ હાઈકોર્ટના જસ્ટીસ સી.વી. કાર્તિકની બેંચે આ અરજીની સુનાવણી હાથ ધરીને વચગાળાનો આદેશ કર્યો છે. જે મુજબ અરૂદ્ર એન્જીનીયરીંગ પ્રા.લી.ના દાવાને માન્ય રાખીને બેંચે પતંજલી આયુર્વેદ લીમીટેડને નકોરોનીલથ નામને ઉપયોગ કરવા પર આગામી ૩૦ જુલાઈ સુધી પ્રતિબંધ મૂકયો છે. જેથી યોગગુરૂમાંથી વેપારી બનેલા બાબા રામદેવને નકોરોનીલથ દવા મુદે વધુ એક ઝટકો લાગ્યો છે. હવે તેમની કંપની પતંજલી આયુર્વેદ આગામી ૩૦ જુલાઈ સુધી નકોરોનીલથ નામે રોગપ્રતિકારક શકિત વધારનારી દવા પણ વેચી શકશે નહી જેથી બાબાની નબાબા-ગોળીથ વધુ એક મુદે ફેઈલ થયાનું પૂરવાર થયું છે.