પાંજરા પોળે ઉતરી ઓટો રિક્ષામાં બેઠા હતા ત્રણ ખુણીએ ઉતર્યા પછી ખબર પડી કે ગળામાંથી ચેઈન ગાયબ
પાંજરા પોળ થી ત્રણખુણીયા જવા ઓટો રિક્ષા માં બેઠેલી મહિલા નાં ગળા માંથી ચેઈન સેરવી લીધા ની ઘટના ગોંડલમાં બનતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ બાબરા ગામે રહેતા કુલસુમબેન રહીમભાઈ ચોટલીયા સાંજે ગોંડલ કામ સબબ આવ્યા હતા અને પાંજરાપોળ બસ સ્ટોપે ઉતારી ચાર મુસાફર સાથે ની શટલીયા ઓટોરિક્ષામાં બેસી જેતપુર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્રણ ખુણીયા પાસે ઓટો રીક્ષા ચાલકે ઉતરી જવાનું કહેતા તેઓ રિક્ષામાંથી ઉતર્યા હતા અને બે ચાર ડગલા આગળ વધ્યા ત્યાં તેમને ખબર પડી કે તેમના ગળામાં પહેરેલો સોનાનો ચેઈન ગાયબ છે તુરત જ ફરીને રીક્ષા તરફ જોતા રીક્ષા ચાલક ચાલી નીકળ્યો હતો
બાદમાં તેઓને ગળા મા પહેરેલો સોનાનો ચેન ચોરાયા નું જણાતા ફરિયાદ નોંધાવા પોલીસ મથકે પહોંચ્યા હતા. ખરેખર સોનાનો ચેન અન્ય કોઈ જગ્યાએ પડી ગયો છે કે રિક્ષામાં બેઠેલા અન્ય ચાર મુસાફર શખ્સોએ કળા કરી છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી ત્રણ ખુણિયા નજીક આવેલી દુકાનોમાં સીસીટીવી કેમેરા ચેક કરવાની કાર્યવાહી હાથ ધરી હતી