લાલકાના વ્યાજના ધંધાર્થીએ હીરા અને ખેતમીની જમીન પડાવી લીધી

બાબરા તાલુકાના વાડલીયા ગામના હીરાના વેપારીએ લાલકા ગામના શખ્સ પાસેથી રુા.20 લાખ વ્યાજે લીધા બાદ તેને અત્યાર સુધીમાં વ્યાજ પેટે રુા.1.50 કરોડ ચુકવી દીધા હોવા છતાં વધુ વ્યાજની માગણી કરી હીરા અને ખેતીની જમીન પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બાબરા તાલુકાના વડાલીયા કાનજીભાઇ પ્રાગજીભાઇ પટેલે લાલકા ગામના નિર્મળ બહાદુર ચાવડા પાસેથી 2013માં સૌ પ્રથમ વખત હીરાના ધંધા માટે રુા.10 લાખ માસિક 4 ટકા વ્યાજે લીધા હતા ત્યારે પોતાની માતાની ખેતીની જમીન ગીરવે મુકી હતી. વ્યાજનું વ્યાજ ચુકવવા નિર્મળભાઇ ચાવડા પાસેથી કટકે કટકે બીજા 10 લાખ વ્યાજે લીધા હતા. ત્યાર બાદ નિર્મળભાઇ ચાવડાને અત્યાર સુધીમાં રુા.1.50 કરોડ વ્યાજ ચુકવ્યું હોવા છતાં ખેતીની જમીન પડાવી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.