કોરોના વાયરસની બીજી લહેરમાં કુત્રિમ પ્રાણવાયુનું ભારે ઘટ સર્જાઈ હતી. વધુ પડતાં કેસને કારણે હોસ્પિટલોમાં બેડ વેન્ટિલેટર તેમજ ઇન્જેક્શનોની ઘટ પડી હતી. આ વચ્ચે રાજ્યોને સહાય માટે પ્રધાનમંત્રી કેર્સ ફંડમાંથી વેન્ટિલેટર, ઓક્સિજન પ્લાન્ટ સહિતની સુવિધાઓ ફાળવાતી હતી. પરંતુ મહારાષ્ટ્રના મરાઠાવાડમાં ફળવાયેલા ધમણ-3 વેન્ટિલેટરએ બબાલ સર્જી છે. પીએમ કેરેસ ફંડમાંથી મરાઠાવાડાને મળેલા 150 માંથી 113 વેન્ટિલેટર ખામીયુક્ત નીકળ્યા છે. જ્યારે હજુ 37 વેન્ટિલેટર તો ખોલવામાં આવ્યા જ નથી.
આ 37 વેન્ટિલેટર પણ ખરાબ નિકળે તેવી ભીતી છે ત્યારે આ મુદ્દે જવાબદાર કોણ ? શું કેન્દ્ર સરકાર તરફથી આ મુદ્દે ધ્યાન દેવાતું નથી ? કેમ આટલી મોટી સંખ્યામાં વેન્ટિલેટર ખામીયુક્ત નીકળી રહ્યા છે? આ મુદ્દે બોમ્બે હાઈકોર્ટે લાલઘૂમ થઈ કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે. ઓરંગાબાદ બેંચે કહ્યું કે આનાથી દર્દીનું જીવન જોખમમાં મુકાય શકે છે.
વેન્ટિલેટર ચેક કરવા માટે હોસ્પિટલમાં જતા નેતાઓને પણ કોર્ટે ઠપકો આપ્યો છે અને આ ઘોર બેદરકારી પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ પણ કરવાના નિર્દેશ આપ્યા છે. હોસ્પિટલ સુધી જે લોકો વેન્ટિલેટર પહોંચાડે છે તેવા સપ્લાયર્સ વિરુદ્ધ પણ તપાસ કરવા આદેશ જારી કરાયા છે. આ કેસમાં આગામી સુનાવણી 28 મેના રોજ હાથ ધરવામાં આવશે તેમ હાઈકોર્ટે જણાવ્યું છે.