ભારતીય રસી કોવેકસીનને લઈ બ્રાઝિલમાં બબાલ થઈ ઉઠી છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝેઈર બોલસોનારો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. તો આ સાથે આ રસી બનાવનાર કંપની ભારત બાયોટેકને પણ ઝટકો લાગ્યો છે. રસીના 2 કરોડ ડોઝના ચુકવણાને લઈ રાષ્ટ્રપતિ બોલ્સોનારો પર આક્ષેપો થતાં અંતે બ્રાઝીલ સરકારે ભારત બાયોટેક સાથેનો રૂપિયા 2400 કરોડનો ઓર્ડર રદ કરવો પડ્યો છે.

રસીના બે કરોડ ડોઝના ચૂકવણાને લઈ બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારો પર ભ્રષ્ટાચારનાં આરોપ; મામલો સુપ્રીમમાં પહોચ્યો

કોરોના રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં ત્રીજા નંબરે આવતા બ્રાઝિલમાં ભારત તરફથી કોવેક્સિનની ખરીદીને લઈને મોટો ખળભળાટ મચી ગયો છે. બ્રાઝિલની સરકારે 324 મિલિયન ડોલર એટલે કે 24.05 અબજ રૂપિયાથી વધુની કિંમતનો 20 કરોડ કોવેક્સિન ડોઝ ખરીદવા માટે ભારત બાયોટેક સાથે કરાયેલા આ સોદાને રદ કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે વિરોધી પક્ષો દ્વારા સતત ઘેરાયેલી બ્રાઝિલ સરકાર પર વધુ એક આરોપ મુકાયો છે. રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકાયો છે.

સરકાર દ્વારા સ્પષ્ટતા પણ આપવામાં આવી હતી, પરંતુ તેમાં કોઈ ફરક પડ્યો ન હતો.  આ બાદ કંપની ભારત બાયોટેકે   પણ ખુલાસો આપ્યો હતો. કંપનીએ બુધવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું  કે બ્રાઝિલ સાથેના કરાર પછી તબક્કાવાર પ્રક્રિયા કરવામાં આવી છે, જેને આઠ મહિનાનો સમય લાગ્યો હતો. કંપનીએ કહ્યું કે, કોવેક્સિનને 24 જૂન, 2021ના  બ્રાઝિલમાં કટોકટીના ઉપયોગની મંજૂરી મળી ગઈ છે અને 29 જૂન સુધી કંપનીને રૂપિયાની કોઈ આગોતરી ચુકવણી કરવામાં આવી નથી કે કંપની દ્વારા આગોતરી રસી આપવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.