સુધરાઈ સભ્ય અને લઘુમતિ સેલનાં પ્રમુખ વચ્ચેની બોલાચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું
ઉપલેટામાં કોંગ્રેસ પક્ષના નજીવા હોદા પાછળ કોંગ્રેસનું ઘર સળગ્યું છે.પોલીસે કોંગ્રેસ પક્ષના બંને હોદેદારોની ફરિયાદ લઈને ૨૨ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડનો દોર શરૂ કર્યો હતો. તેમાં બે લોકો નિદોર્ષ આવી ગયાનું કહેવાય છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ ગઈકાલે કોંગ્રેસ પક્ષના આગેવાનોની શકિત હાઉસ ખાતે મીટીંગ મળી હતી. તેમા પૂર્વ કોગ્રેસના સુધરાઈ સભ્ય અને માઈનોરીટીના પ્રમુખ વચ્ચે નજીવા હોદા પાછળ બોલાચાલી થતા પૂર્વ સુધરાઈ સભ્યના ભત્રીજા વચમાં પડતા વાત વણસતાઆ મામલો મારામારી સુધી પહોચતા પૂર્વ સભ્ય રજાકભાઈ હિંગોરાએ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવેલ છે કે પોતે પોલીસ સ્ટેશને હતા ત્યારે કોંગ્રેસ માઈનોરીટીના ચેરમેન ગુલામ હુશેન સૈયદ તથા સાજીદ ભીખુબાપુ સૈયદ, સહિતનાઓએ મન ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી પોલીસે રજાકભાઈ હિંગોરાની ફરિયાદ લઈ સાજીદ ભીખુબાપુ સૈયદ, ઈમરાન સૈયદ, શકિલબાપુ નુર એહમદ શાહીલ હનવાજ શાયદ, આશીફ ઈબ્રાહીમ ખોખણ, હારૂન સંધીનો છોકરો હારૂ આરીફ પીજારા, સલમાન સલીમ પિજારા, એશાન ચાંદ સીપાઈ, ઈનાયત ચાંદ સિપાઈ, ઈમુ ઉર્ફે ભલી અઝાઝભાઈ પીંજારા, અસ્લમ અગ્રીમ પીંજારા, અલ્તાફ અમીમ પીજારા સહિત ૧૪ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.
જયારે સામા પક્ષે ગુલામ હુશેન બુખારીની ફરિયાદને આધારે રજાક ઓસમાણ હિંગોરા, રીઝવાન રજાક હિંગોરા, રીયાઝ રજાક હિગોરા, દિલાવર ઓસમાણ હિંગોરા,, શોયેબ સલીમ હિંગોરા, અકરમ દિલાવર ઓસમાણ હિંગોરા, શોયેબ સલીમ હિગોરા, અકરમ દિલાવર હિંગોરા, અમુ મેમણ શાહનવાઝ સલીમ હિગરા, સહિત આઠ શખ્સોસામે જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો નોંધાયો છે.
બે શખ્સો નિર્દોષ આવી ગયાની ચર્ચા
ગઈકાલની ઘટનામાં રીઝવાન અને અકરમ બંને બહાર ગાળ હોવા છતા હરીફ જુથોએ આ બંનેના નામ લખાવી નિદોર્ષ ફીટ કરી દીધાનું લોક મુર્ખ ચર્ચાઈ રહ્યુયં છે. ત્યારે હવે પોલીસ તપાસમાં શું થાય તે જોવાનું રહ્યું છે.
ગઈકાલે બંને જુથની મહિલાઓ વચ્ચે પણ ધમાલ થઈ હતી
ગઈકાલની ઘટનાના પડઘા બપોર બાદ સ્મશાન રોડ ઉપર બંને પક્ષકારોના મહિલાઓ પણ લાકડીઓ સાથે બહાર નીકળી ગઈ હતી તેમાં હિંગોરા પરિવારની એક બહેનને લાગી જતા સારવાર લેવી પડી હતી.