પતંજલિએ સ્વાસ્થ્ય વર્ધક બિસ્કિટ, ડ્રાઇ ફ્રુટ સહિત નવી ખાદ્ય ચીજ વસ્તુઓ બજારમાં મૂકી
યોગ કરતા કરતા બાબા રામદેવ એક લાખ કરોડ રૂપિયાનો વેપલો કરશે તેવી શક્યતા હાલ સિવાય રહી છે કારણ કે ભારતમાં એફએમસીજી વાયુવેગે આગળ વધી રહ્યું છે અને પતંજલિ ગ્રુપ દ્વારા સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય ચીજ વસ્તુઓ લોકો માટે બજારમાં મૂકી છે તેને ધ્યાને લઈ આવનારા પાંચ વર્ષમાં બાબા રામદેવ એક લાખ કરોડ રૂપિયાથી વધુ નો વેપલો કરે તેવી આશા જોવા મળી છે. પતંજલિ ગ્રુપ દ્વારા ખરીદવામાં આવેલી રુચિ સોયા કંપની પણ આવનારા પાંચ વર્ષમાં 45 થી 50,000 કરોડ રૂપિયા નો વેપાર કરશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
નાદારી નોંધાયેલી રુચિ સોયા કંપનીને પતંજલિ ગ્રુપ દ્વારા વર્ષ 2019 માં ખરીદવામાં આવી હતી ત્યારબાદ સતત આ કંપની પ્રગતિ કરી રહી છે અને વિકાસની હરણફાળ પણ ભરી રહી છે ત્યારે પતંજલિ ગ્રુપ અને યોગગુરૂ બાબા રામદેવ સ્વાસ્થ્યવર્ધક ચીજ વસ્તુઓ લોકો માટે બજારમાં લાવી રહ્યા છે અને લોકોનો ભરોસો પણ પતંજલિ ઉપર દિન પ્રતિદિન વધી રહ્યો છે જે સરવાળે કંપનીને આવનારા પાંચ વર્ષમાં અધધ એક લાખ કરોડ રૂપિયાનો વ્યાપાર કરાવું છે તેવું હાલ માનવામાં પણ આવી રહ્યું છે. એફ એમ સી બી ભવ્યવસ્થાઈમાં પતંજલિ ગ્રુપે એક લક્ષ્યાંક નિર્ધારીત કર્યો છે અને જણાવ્યું છે કે આવનારા પાંચ વર્ષમાં આ કંપની દેશની સૌથી મોટી એફએમસીજી કંપની તરીકે પ્રસ્થાપિત થશે.
નાણાકીય વર્ષ 20223 માં કંપનીનો નેટ પ્રોફિટ 886 કરોડ રૂપિયા નોંધાયો હતો જે ગત વર્ષની સરખામણીમાં 80 કરોડ રૂપિયા વધુ નોંધાયો છે સામે કંપનીની આવક પણ 31,000 કરોડ રૂપિયા નોંધાય હતી જે સૂચવે છે કે પતંજલિ આવનારા સમયમાં ખૂબ મોટા આયામો સ્વર કરશે અને પોતાની એક અલગ છબી પ્રસ્થાપિત કરશે.