વડિયા ના બરવાળા બાવળ ગામે ગામ પંચાયત કચેરી અંદર સરકારના નિયમ અનુસાર બાબા સાહેબ આમબેડકરનો ફોટો લગાવેલ હતો જે ફોટાને બરવાળા બાવળ ગામના તલાટી મંત્રી ધરતી બહેન રોકડ ઉતારી નીચે મૂકી દીધેલ ત્યારે આ વાત ની જાણ બરવાળા ગામના દલિત સમાજને થતા દલિત સમાજના અગ્રણી અતુલભાઈ પડાયા એ તલાટી મંત્રી ધરતી બહેનને આ અંગે રજૂ આત કરેલ કે બાબા સાહેબનો ફોટો તમે ઉતારીને નીચે મૂકી દીધેલ છે જે અમો દલિત સમાજ ની લાગણી દુભાયેલ છે માટે આ ફોટો નિયમ મુજબ તમે પરત જે જગ્યાએ પર હતો ત્યાં લગાવી દયો ત્યારે તલાટી મંત્રી ધરતી બહેને જણાવ્યું કે તમતમારે જે કાયદેસર કરવું હોય તે કરો એફ.આઈ.આર.પણ કરવાની છૂટ છે
હું જવાબ લખાવી દઈશ કે મારે સરકારી બેનરો લગાવવાના હતા ત્યારે આ અંગે ગામના દલિત આગેવાન અતુલ પડાયાએ વડિયા પોલીસ સ્ટેશને આ અંગે અરજી આપી આગળની કાર્યવાહી કરવા પોલીસને જાણ કરેલ હતી ત્યારે આ અંગે વડિયા પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળેલ કે હકીકતમાં બાબા સાહેબનો ફોટો ઉતારીને કબાટ ની પાછળ મુકેલ હતો ત્યારે આ અંગે પોલીસે તલાટી કામ મંત્રી ને સમજાવી બાબા સાહેબ આંબેડકર નો ફરી જે જગ્યાએ ઉપર હતો ત્યાંજ લગાડી દેવા જણાવેલ ત્યારે તલાટી કમ મંત્રી ધરતી બહેને પોતે ફોટો જે જગ્યાએ ઉપર હતો ત્યાં લગાવી જાહેરમાં દલિત સમાજની લાગણી દુભાયેલ તે અંગે માફી માગેલ અને પોલીસે સમજાવટ થી મામલો થાળે પાડેલ હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com