ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ઉત્તરાખંડએ બાબા રામદેવ સામે એક હજાર કરોડની માનહાનિ નોટિસ મોકલી છે. આ નોટિસમાં, બાબા રામદેવને તેમના વિવાદિત નિવેદનની સ્પષ્ટતા કરે અને 15 દિવસની અંદર IMA પાસે માફી માંગે.
IMAએ તેની નોટિસમાં કહ્યું હતું કે, ‘બાબા રામદેવ એલોપથીનો ‘એ’ પણ નથી જાણતા, અમે તેમના પ્રશ્નોના જવાબો આપવા તૈયાર છીએ, પરંતુ પહેલા તેમણે તેમની લાયકાત બતાવવી જોઈએ.’ નોટિસમાં IMAએ કહ્યું છે કે, ‘જો બાબા 15 દિવસની અંદર માફી નહીં માંગે તો તેમની સામે એક હજાર કરોડ રૂપિયાની માનહાનિનો દાવો કરવામાં આવશે.’
IMA ઉત્તરાખંડએ કહ્યું, ‘રામદેવ તેની દવાઓ વેચવા માટે સતત જુઠ્ઠાણા ફેલાવે છે, રામદેવે કહ્યું કે તેમણે અમારી દવાખાનામાં તેમની દવાઓનું પરીક્ષણ કર્યું છે, અમે તેમને તે હોસ્પિટલોના નામનો ઉલ્લેખ કરવા જણાવ્યું હતું, પરંતુ તે કહી શક્યા નહીં. કારણ કે તેને ટ્રાયલ કર્યો જ ના હતો.
IMAએ કહ્યું કે, ‘રસીકરણને લીધે આડઅસર થાય તે માટે રામદેવ તેની દવાઓ વેચવા ટીવીમાં જાહેરાતો પણ આપી રહ્યા છે, જો સરકાર તેમની સામે મહામારી કાયદા હેઠળ કાર્યવાહી નહીં કરે તો અમે તેમની વિરુદ્ધ હરિદ્વારમાં કેસ કરશુ.’