યોગગુરુ બાબા રામદેવે માનવજીવનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે ક્હ્યુ છે કે, માનવશરીર એવી રીતે બનેલું છે કે, ”400 વર્ષ સુધી તે ટકી શકે છે, પરંતુ ખરાબ જીવનશૈલીને કારણે માનવશરીર બીમારીનો ભોગ બને છે અને તેનો સમયથી પહેલા અંત આવી જાય છે.”
બાબા રામદેવે ક્હ્યુ છે કે, પોષક ભોજન અને વ્યાયામને અપનાવવામાં આવે તો મનુષ્ય પોતાને બીમારીઓ અને દવાઓથી મુક્ત રાખી શકે છે.”
બાબા રામદેવે 12મી નેશનલ ક્વાલિટી કોન્કલેવમાં કહ્યુ છે, કે માનવશરીર 400 વર્ષ સુધી ચાલી શકે તેમ છે. પંરતુ આપણે વધારે ભોજન અને બદતર જીવનશૈલીને કારણે આપણા ખુદના શરીર પર અત્યાચાર કરીએ છીએ. આપણે હાઈ બ્લડપ્રેશર, હ્રદયરોગ સહીતની ઘણી બીમારીઓને આમંત્રિત કરીએ છીએ. તે આપણી જિંદગીને ઘટાડે છે અને તબીબો તથા દવાઓ પર આપણને નિર્ભર બનાવી દે છે.”
યોગગુરુ બાબા રામદેવે કહ્યુ છે કે, ”એક વ્યક્તિ સ્વસ્થ રહેવા માટે પોતાની દિનચર્યા અને ખાનપાનની આદતો પર નિયંત્રણ રાખીને સ્વસ્થ રહી શકે છે.”