પતંજલિ, પતંજલિ, પતંજલિ જ્યાં જુઓ ત્યાં આયુર્વેદના નામે હવે બસ પતંજલિ જ દેખાય છે. ત્યારે બાબા રામદેવનો એક હથ્થું સામ્રાજ્ય ભોગવવાનો વારો ગયો હોય તેવું દર્શઈ રહ્યું છે. જેનું કારણ છે આયુર્વેદિમાં બીજી પણ એવી કંપની છે જેણે દવાઓ માટે લોકોનો વિશ્વાસ જીત્યો છે. જે હવે રિટેઈલ માર્કેટમાં ઝંપલાવી રહ્યું છે. તેવી આયુર્વેદિક કંપની એટ્લે શ્રી શ્રી રવિશંકરની કંપની જે હવે રિટેઈલ માર્કેટમાં ઘરવખરીની ચીજવસ્તુઓ પણ લાવશે અત્યાર સુધી આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનએ ખાસ ચોક્કસ લિમિટેશનમાં પોતાના ક્લિનિક અને પ્રાઈવેટ સેલિંગ જ કર્યું હતું. પરંતુ આગામી માસથી આશરે 1000 જેટલા રિટેઈલ સ્ટોર ખોલવાની તૈયારી બતાવી છે. તેવા સમયે એમ કહી શકાય કે આ એક આયર્વેદના યુગમાં બે બાબાઓ રામદેવ અને શ્રી શ્રી રવિશંકર આમને સામને આવી માર્કેટમાં ઝંપલાવી રહ્યા છે.
આયુર્વેદની વાત કરીએ તો માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિશ્વકક્ષાએ લોકો કેમિકલાઇઝ્ડ પ્રોડક્ટ કરતાં આયર્વેદિક પ્રોડક્ટ વધુ વિશ્વાસ મૂકે છે. કારણ કે તેની બનાવટમાં કુદરતી તત્વો રહેલા હોય છે જે ઓછા હાનિકારક હોય છે અને સઇડઇફેક્ટ્સ પણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. માત્ર બાબા રામદેવ અને શ્રી શ્રી રવિશંકર જ નહિ..આ પહેલા પણ એવી કંપનીઓ છે જેણે પ્રોફિટ કમાવવા આયુર્વેદનો સહારો લીધો છે જેમાં હિંદુસ્તાન યુનિલિવર જેણે આયુશ બ્રાન્ડ લોન્ચ કરી હતી, ઇંદુલેખા હેર કેર એ સીંટ્રા સ્કિંકર લોન્ચકરી હતી, તેવી જ રીતે લોરીયલએ ગાર્નીયર અલ્ટ્રાબ્લેંડેડ જેમાં કુદરતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવી પ્રોડક્ટ લોન્ચ કરી હતી આ ઉપરાંત, ડાબર કે જેને ભારતની સૌ પ્રથમ આયુર્વેદિક જેલ ટૂથપેસ્ટ માર્કેટમાં મૂકી હતી, તો આ રીતે ભારતીય રિટેઈલ માર્કેટમાં પહેલાથી જ આયુર્વેદનો દબદબો રહ્યો છે. તો હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં ક્યાં બાબા લોકોને વધુ પસંદ આવે છે. અને એ વાત નોંધનીય છે કે બાબા રામદેવ ખુદ પતંજલીનું બ્રાન્ડિંગ કરે છે. જ્યારે શ્રી શ્રી રવિશંકર પોતે ક્યાય પિક્ચરમાં આવતા નથી.