નિર્ણય પર ફેરવિચારણા કરવા બાબાની સરકારને વિનંતી
આયુર્વેદિક ઉત્પાદનો ઉપર જી.એસ.ટી. નિરાશાજનક છે તેમ યોગ ગુરુ અને પતંજલી આયુર્વેદના સ્થાપક બાબા રામદેવે જણાવ્યું હતું.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે પતંજલીના ઉત્પાદનો અત્યારે ડીમાન્ડમાં છે. તેઓ ટુથપેસ્ટ, શેમ્પુ, સાબુ, બિસ્કીટ, ફેશ વોશ સહીતની જીવન જ‚રીયાતની ચીજ વસ્તુઓ હર્બલ પ્રોડકટ વેચે છે. હજુ ચાલુ મહિનાની શ‚આતમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના હરીદ્વારમાં પતંજલી રીસર્ચ ઇન્સ્ટીટયુટનું ઉદધાટન કર્યુ હતું. બાબા રામદેવ પણ વર્તમાન સરકારની નીતિઓના પ્રસંશક રહ્યા છે. પરંતુ આયુર્વેદ ઉત્પાદકોને જી.એસ.ટી. ના દાયરામાં સમાવાતા તેમને ગમ્યું નથી.
ડાબર ઇન્ડીયાના સી.એફ.ઓ. લલિત મલિકે જણાવ્યું કે આયુર્વેદ ઉત્પાદનોને જી.એસ.ટી. ના દાયરામાં સમાવાના પતંજલી ઉપરાંત ડાબર, ઇમામિ, હિમાલયા, ચંદ્રિકા, નેચર, શેઠ બ્રધર્સ વિગેરે કંપનીઓના ઉત્પાદનોના વેંચાણને અસર થશે. કેમ કે, તેની કિંમ્તમાં ફેરફાર થશે એટલે અપને આપ વેંચાણ પર પણ તેની સીધી અસર થયા વિના રહેવાની નથી.
બાબા રામદેવે આગળ કહ્યું હતું કે કુદરતી દ્રવ્યોમાંથી બનતા આયુર્વેદ ઉત્૫ાદનો પર જી.એસ.ટી. એટલે એક નિરાશાજનક મુદ્દો છે. અમે ઉત્૫ાદનો કિફાયતી ભાવે વેચીએ છીએ બીજી કંપનીઓએ પણ ભાવ ઘટાડો કર્યો હતો તેમણે અંતમાં જણાવ્યું હતું કે અમારું જોઇને અન્ય ક્ધઝયુમર ગુડઝનું ઉત્૫ાદન કરતી કંપનીઓ હર્બલ ઉત્પાદનો બનાવવા અને બજારમાંમુકવા મજબુર બની હતી. આમ ભારતમાં હર્બલ રેવોલ્યુશન આવ્યું છે તેમ કહેવામાં જરાય અતિશયોકિત નથી.