નીમ કરોલી બાબાનું સમાધિસ્થળ નૈનીતાલની પાસે પંતનગર સ્થિત આવેલું છે. પ્રતિ વર્ષ 15જૂનના દિવસે દેવભૂમિ કૈંચીધામમાં મેળાનું આયોજન કરવામાં આવે છે અને અહી દેશ-વિદેશથી બાબા નીમકરૌલીના ભકતો આવે છે. આ ધામમાં બાબા નીમ કરૌલીને ભગવાન હનુમાનજીનો અવતાર માનવામાં આવે છે. આ એક એવું સ્થાન છે. જયાં લોકો પોતાનીકોઈપણ ઈચ્છા લઈને જાય તો તે ખાલી હાથે નથી જત. અહીં. બાબાનું સમાધિ સ્થળ પણ આવેલું છે.
અહીં આવનાર ભકતોના મનની પ્રત્યેક ઈચ્છા પૂર્ણ થાય છે
નૈનીતાલ નજીક પંતનગર સ્થિત દેવભૂમિ કૈંચી ધામ બાબાના આશ્રમનો આવતીકાલે સ્થાપના દિવસ છે
નીમ કરૌલી બાબાના ભકતોમાં એપલના માલિક સ્ટીવ જોબ્સ, ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ તથા હોલીવુડ એકટ્રેસ જુલિયા રોબર્ટસનું નામ લેવામા આવે છે
આવતીકાલે આ પાવન ધામમાં સ્થાપના દિવસ મનાવવામા આવે છે. બાબા નીમ કરૌલીએ આ આશ્રમની સ્થાપના 1964માં કરી હતી. તેઓ 1961માં પ્રથમવાર અહી આવ્યા હતા અને તેમણે પોતાના જુના પુરાણા મિત્રો પૂર્ણાનંદજી સાથે મળીને આશ્રમ બનાવવાનો વિચાર કર્યો હતો. દેશ વિદેશથી હજારો ભકતો અહી હનુમાનજીનાં આશીર્વાદ લેવા આવે છે.
બાબાના ભકતોએ આસ્થાન પર હનુમાનજીનું ભવ્ય મંદિર બનાવ્યું અને અહી બબા નીમ કરૌલીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને તથા દેવ પ્રયાગ અને નૈનીતાલમાં વાદળ ફાટવાની ઘટના બાદ થયેલી તારાજીને ધ્યાનમાં રાખીને અનિશ્ર્ચિતકાળ માટે કૈચી ધામને દર્શન માટે બંધ કરી દેવાયું છે.
મંદિર સમિતિ તથા જિલ્લા પ્રશાસન દ્વારા મંદિરમાં 15 જૂનના મેળામાં પર્વને ધ્યાનમાં રાખીને મંદિરના દ્વાર બંધ કરાયા હતા જે હજુ સુધી અનિશ્ર્ચિતકાળ સુધી બંધ છે. શ્રધ્ધાળુઓને હાલ અપીલ કરવામાં આવી છે કે આ વર્ષે પણ ઘેર રહીને બાબાને ભોગ લગાવવામાં આવે .
નીમ કરોલી બાબાનું વાસ્તવિક નામ લક્ષ્મીનારાયણ શર્મા હતુ. ઉતરપ્રદેશના અકબરપૂર ગામાં તેઓનો જન્મ 1900ની આસપાસ થયો હતો. તેઓએ પોતાના શરીરનો ત્યાગ 11 સપ્ટેમ્બર 1973ના વૃંદાવનમાં કર્યો હતો. કહેવાય છે કે બાબાના આશ્રમમાં સૌથી વધારે અમેરિક્ધસ જ આવે છે. આશ્રમ પહાડી વિસ્તારમાં દેવદારના વૃક્ષો વચ્ચે સ્થિત છે.
અહીં પાંચ દેવી દેવતાઓનાં મંદિર છે. તેમાં હનુમાનજીનું પણ એક મંદિર છે. બાબા નીમ કારેલી હનુમાનજીના પરમ ભકત હતા. અને તેમણે દેશભરમાં હનુમાનજીના કેટલાંક મંદિર બનાવ્યા છે.
‘મિરેકલ ઓફ લવ’
રિચર્ડ એલપર્ટ (રામદાસ)એ નીમ કારોલી બાબાના ચમત્કારો પર ‘મિરેકલ ઓફ લવ’ નામનું એક પુસ્તક લખ્યું છે. જેમાં નબુલેટ પ્રુફ કંબલથ નામથી એક ઘટનાનો ઉલ્લેખ છે, બાબા હંમેશા નકંબલથ (ધાબળો) ઓઢતા હતા. તેથી આજે પણ અહી લોકો ધાબળો ભેંટ સ્વરૂપે આપે છે. બાબા નીમ કરોલી મહારાજના બે પુત્ર અને એક પુત્રી છે. તેમાં મોટાપુત્રનું નામ અનેકસિંહ પોતાના પરિવાર સાથે ભોપાલમાં રહે છે,જયારે નાના પુત્ર ધર્મ નારાયણ શર્મા વનવિભાગમાં રેન્જરના પદ પર નિયુકત હતા. તેઓનું પણ થોડા સમય પૂર્વે નિધન થયું હતુ.