26 અને 27 મે ના રોજ સુરતમાં જયારે 28 અને 29 મેના રોજ રાજકોટમાં કાર્યક્રમની સંભાવના
હનુમાનજીના પરમ ભકત અને સચોટ ભવિષ્યવાણી કરી દેશભરમાં શ્રઘ્ધાળુના હ્રદય સિંહાસનમાં સ્થાન મેળવનાર યુવા સંત બાબા બાગેશ્ર્વર આવતા મહિને બે દિવસ માટે રાજકોટની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. રેસકોર્સ ખાતે તેઓનો દિવ્ય દરબાર કાર્યક્રમ યોજાશે. આ અંગે તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
વિશ્ર્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત અનુસાર બિહારના યુવા સંત અને સચોટ ભવિષ્ય ભાખતા – લોકોના મનમાં રહેલી વાતો ને પોતાની અદભુત કલ્પના શકિતથી પારખી લેનાર બાબા બાગેશ્ર્વર આગામી મે માસમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી ર6 અને ર7 મેના રોજ સુરત ખાતે જયારે ર8 થી ર9 મેના રોજ રાજકોટ ખાતે તેઓનો દિવ્ય દરબાર કાર્યક્રમ યોજાશે.
રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે બાબા બાગેશ્ર્વરનો દિવ્ય દરબાર કાર્યક્રમ યોજવા માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ સતત બાબા બાગેશ્ર્વરના અનુ યાયીઓ વધી રહ્યા છે. અન્ય રાજયોમાં પણ બાબાનો દિવ્ય દરબાર કાર્યક્રમ યોજાઇ તેમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી અનેક લોકો જતાં હોય છે. પ્રથમ વાર બાબા બાગેશ્ર્વર સુરત અને રાજકોટની મુલાકાતે આવી રહ્યા હોય ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.