સુરત સમાચાર
સુરતમાં રમતા-રમતા પાંચ વર્ષનો બાળક ગળી ગયો સ્ક્રુ, પરિવારજનો તાત્કાલિક બાળકને લઈ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા, તબીબોએ મહામહેનતે બ્રોન્કોસ્કોપી દ્વારા સ્ક્રુ બહાર કાઢી બચાવ્યો બાળકનો જીવ.
સમગ્ર ઘટના નવાપુરના વતની સાજન ગામીતનો પાંચ વર્ષીય પુત્ર સાથે થઈ છે . નવી સિવિલના તબીબો દ્વારા બ્રોન્કોસ્કોપી દ્વારા સ્ક્રુ બહાર કાઢી જીવ બચાવવામાં આવ્યો છે . બાળક સ્ક્રુ ગળી જતા શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. ઉલટી કરતા બાળકે માતાને જાણ કરી હતી. જે બાદ બાળકને સારવાર અર્થે સૌ પ્રથમ નંદુરબાર ખસેડવામાં આવ્યો હતો. જ્યાં એક્સરે માં બાળકના ફેફસામાં શ્વાસનળીની ડાબી બાજુએ મુખ પર સ્ક્રુ ફસાયા નું જાણવા મળ્યું હતું. બાળકને શ્વાસ લેવામાં વધુ તકલીફ થતાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સમયસર પર નવી સિવિલ હોસ્પિટલ લઈ આવતા બાળકનો જીવ બચ્યો.
ભાવેશ ઉપાધ્યાય