Abtak Media Google News
  • આજે નહીં તો કાલે, આયુર્વેદ વિના નહી ચાલે…
  • એક દિવસીય  કોન્ફરન્સમાં  1 હજારથી વધુ સ્નાતકો જોડાશે:તમામની એચપીઆર હેઠળ નોધણી કરવામાં આવશે

ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસીન-ગુજરાત સરકારના પ્રમુખ શ્રી ડો.સંજય જીવરાજાની તથા બોર્ડ મેમ્બરો  (ઠઠઠ.ૠઇઅઞ.ઈંગ) દ્વારા તારીખ 16-06-2024ના રોજ સવારે 9:00 થી સાંજે 6:00 કલાક સુધી પ્રમુખસ્વામી ઓડિટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે “બાન વંદે આયુકોન-2024” (સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન) દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ એક દિવસીય કોન્ફરન્સમાં એક હજારથી વધુ આયુર્વેદના તજજ્ઞો ભાગ લેશે. આ સર્વે સ્નાતકોની ઇંઙછ  હેઠળ નોંધણી કરવામાં આવશે. જેના માટે રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ, ડિગ્રી સર્ટીફીકેટ અને આધારકાર્ડની ઝેરોક્ષ સાથે રાખવાની રહેશે. જે એનસીઆઇએસએમની સમગ્ર ટીમના નેજા હેઠળ થશે.

આ એક દિવસીય કોન્ફરન્સમાં વૈદ્ય. રાકેશ શર્મા (પ્રેસિડેન્ટ, બોર્ડ ઓફ ઇથીક્સ એન્ડ રજીસ્ટ્રેશન //ગઈઈંજખ, નવી દિલ્હી ), ડો.મુકુલ પટેલ (વાઇસ ચાન્સેલર, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી), ડો.જયેશ પરમાર (ડાયરેક્ટર, આયુષ, ગુજરાત રાજ્ય), ડો.જોબન મોઢા (ડે.ડાયરેક્ટર, ઈંઝછઅ, ફાર્મસી), ડો.અશોક ચાવડા (રજીસ્ટ્રાર, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી) અને મૌલેશભાઇ ઉકાણી (ચેરમેન, બાન લેબ) આ તમામ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજકોટના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેનાર છે.

સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્ેશ્ય ભારત સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલ અઇઉખ અને ઇંઙછ રજીસ્ટ્રેશનની માહિતી આપવાનો છે તથા ઈખઊ તેમજ વર્કશોપ દ્વારા આયુર્વેદ ડોક્ટર અપડેટ થાય તેવા પ્રયાસ હાથ ધરવાનો છે. ઉપરાંત ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ અને જીવનદીપ બ્લડ સેન્ટર દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે સ્વૈચ્છીક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઈખઊ માં તથા વર્કશોપમાં ગુજરાત રાજ્ય તેમજ દેશભરમાંથી આયુર્વેદના વિવિધ વિષયોના નિષ્ણાંત દ્વારા આયુર્વેદ સ્નાતકોને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવશે. ઉપરાંત આયુર્વેદમાં થયેલા નવા-નવા સંશોધનો તથા રિસર્ચ માહિતીથી સ્નાતકો પ્રેરિત થાય તેવો હેતુ છે.

“બાન વંદે આયુકોન” કોન્ફરન્સની સફળતા માટે ગુજરાત આયુર્વેદ બોર્ડના ચેરમેન ડો.સંજયભાઇ જીવરાજાની તેમજ બોર્ડ સભ્યો ડો.કિરીટકુમાર પટેલ, ડો.હસમુખ પટેલ, ડો.ગીરીશકુમાર પટેલ, ડો.ડાયાલાલ જોષી, ડો.ગીરીશકુમાર કટેરીયા, ડો.જીજ્ઞેશકુમાર પટેલ, ડો.ધ્રુતીબેન ભટ્ટ, ડો.કરિશ્મા નારવાણી, ડો.પ્રગ્ના મહેતા, ડો.આશિષ ત્રિવેદી તેમજ રજીસ્ટ્રાર હરપાલસિંહ પરમાર તથા ઓફિસ કર્મચારીઓ અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ ડો.વિશાલ ભીમજીયાણી અને ડો.પ્રશાંત ગણાત્રા જહેમત ઉઠાવી રહ્યા છે. આ સાથે રાજકોટની તમામ આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ-ટીચર્સ પણ ખાસ જોડાયેલા છે. જેમાં ગાર્ડી આયુર્વેદ કોલેજના ડો.ગીરીરાજસિંહ ગોહિલ, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટના ડો.લીનાબેન શુક્લ, ગ્લોબલ આયુર્વેદ કોલેજના ડો.શ્રેયાંસ ભાલોડીયા, ગરૈયા આયુર્વેદ કોલેજના ડો.પ્રાનેગ્રી, આર.કે.યુનિવર્સિટીના ડો.મનોજ પાંડે તથા ડો.દિપ્તી નાયર અને મુરલીધર આયુર્વેદ કોલેજના ડો.પ્રાજક્તા તોમર જોડાયેલા છે.

આ ઉપરાંત રાજકોટના તબીબમાં ડો.એમ.એલ.મંડીર, ડો.યતીન વૈદ્ય, ડો. સંજય વખારીયા, ડો. રમેશ શાપરા, ડો. મૃણાલ આશર, ડો.કલ્પેશ ઉકાણી, ડો.જયેશ રાજ્યગુરૂ, ડો.ભગવાનજી ફળદુ, ડો.દેવેષ જોશી, ડો.વિનોદ રાણપરીયા, ડો.એમ.કે.કાદરી, ડો.ઉત્પલ જીવરાજાની, ડો.એમ.વી.વેકરીયા, ડો.લોમશ અઢીયા, ડો.રાજેશ સોલંકી, ડો.સંદીપ પાલા, ડો.સમીર ખુંટ, ડો.દિપક પારેખ, ડો.કિર્તી જોષી, ડો.ચિરાગ ગાંધી, ડો.આનંદ કોટેચા, ડો.આનંદ ચૌહાણ, ડો.કેયુર ઉકાણી, ડો.હિરેન વાઘેલા, ડો.રવિ કનેરીયા, ડો.દર્શન ઉનડકટ, ડો.રોહિત જોગી, ડો.કુલદીપ રાડીયા, ડો.સંદીપ સોલંકી, ડો.મનોજ સિસોદીયા, ડો.જગદીશ મંગે, ડો.સંજય વણઝારા, ડો.અલ્કેશ અગ્રવાલ, ડો.અલ્પેશ માકાસણા, ડો.ધવલ ગૌસ્વામી, ડો.પુલકીત બક્ષી, ડો.કેતન ભીમાણી, ડો.ભાનુ મેતા, ડો.જય માંકડીયા, ડો.મનિષ વિડની, ડો.ઉમેશ પંડ્યા, ડો.પ્રણવ ઉનડકટ, ડો.ભરત ઢોલરીયા, ડો.અમિત ડોબરીયા, ડો.કેતના દેસાઇ, ડો.અમી જીવરાજાની, ડો.સોનલ અઢીયા, ડો.સોનિયા દેવમુરારી, ડો.જ્યોતિ મીરાણી, ડો.મોનિકા વસાણી, ડો.સોના પટેલ, ડો.પ્રતિભા દેસાઇ, ડો.ભાવના અનડા, ડો.સ્મિતા ખોલીયા, ડો.ઉન્નતિ ચાવડા, ડો.ગ્રીષ્મા પટેલ તેમજ સૌરાષ્ટ્રના તબીબમાં ડો.યોગેશ વસાણી, ડો.કલ્પેશ રૂપારેલીયા, ડો.નિતેશ સુથાર, ડો.રામ ગઢવી, ડો.કલ્પેશ ચૌહાણ, ડો.દિપક ધીણેજા, ડો.મનિષ રૂપારેલીયા, ડો.નરેન્દ્ર રાઠોડ, ડો.પી.આર.અગ્રાવત, ડો.નિખીલેશ જાની, ડો.પી.એસ.સાપવડીયા, ડો.સુમન પુજારા, ડો.રામદેવ મોઢવાડીયા, ડો.રવિ ઠેસીયા, ડો.રઘુવીર જોષી, ડો.પરેશ સોલંકી, ડો.ધર્મેન્દ્ર મજેઠીયા, ડો.ધર્મેન્દ્ર ઠક્કર, ડો.હિમાંશુ પરીખ, ડો.ભરત શિંગાડા, ડો.દિલીપ પંડ્યા, ડો.રોહિત પંડિત, ડો.ભરત અગાથ, ડો.ભાવિન સાવલીયા, ડો.જીગ્નેશ કોશીયા, ડો.આઇ.કે. દવે, ડો.લલીત પાલખાણીયા, ડો.ધવલ ઠાકર, ડો.વિપુલ વ્યાસ, ડો.મેહુલસિંહ ઝાલા, ડો.જીતેશ દઢાણીયા અને ડો.ભરત હાથી સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

વૈધ. રાકેશ શર્મા(નવીદિલ્હી), ગુજરાત આયુર્વેદ યુનિ.ના કુલપતિ ડો.મુકુલ પટેલ, ગુજરાત આયુષ ડાયરેકટર ડો. જયેશ પરમાર, આઈટીઆરએ (ફાર્મસી)ના ડે. ડાયરેકટર ડો.જોબન મોઢા,ગુજરાત આયુર્વેદ યુનિ.ના રજીસ્ટ્રાર ડો.અશોક ચાવડા અને  બાન લેબના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી વિશેષ અતીથી તરીકે ઉપસ્થિત રહેશે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.