કાલાવડ રોડ પરની બેન્ક ઓફ ઈન્ડિયાની શાખા દ્વારા તેના ૧૪માં ફાઉન્ડેશન ડે અને વાર્ષિક ગ્રાહક મીટીંગની ઉજવણી ઝોનલ મેનેજર મનોજકુમાર, ડેપ્યુટી ઝોનલ મેનેજર તુષારકુમાર હાટે, હાલના બ્રાંચના વડા એજી. એમ. રાજેશકુમારની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ બ્રાંચ ૨૫/૯/૨૦૦૫નાં રોજ શરૂ થઈ હતી અને અત્યાર સુધીના કાર્યકાળમાં શાખા બેન્ક સ્કેલ બેન્ચ બની ચુકી છે. આ શાખા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે જેમ કે, ઈ-ગેલેરી, આઈ કેચીંગ બ્રાન્ચ પ્રીમાઈસીઝ, અલગ-અલગ ફોરેકસ વિભાગ વગેરે.
આ ઉપરાંત આ શાખાએ તાજેતરમાં જ એક ગેલેરી શરૂ કરી છે જેનું ઉદઘાટન રાજકોટ જીએમ મનોજકુમારના હસ્તે કરાયું હતું. આ પ્રોગ્રામની શરૂઆત બ્રાંચના ઝેડ-એમ, ડીઝેડ. એસ. એ. જી. એમ તથા રાજકોટ કાલાવાડ બ્રાંચના ચીફ મેનેજરના હસ્તે દિપ પ્રાગટય કરીને કરાઈ હતી. કાર્યક્રમની શરૂઆત રાજેશકુમાર ના શાબ્દીક પ્રવચન થી કરવામાં આવી હતી. ત્યારબાદ ઝોનલ મેનેજર મનોજ કુમારે આ શાખાની સુવર્ણ સફર વિશે વકતવ્ય આપ્યું હતું. આ તકે શાખાએ સીએએસએના ગ્રાહકો, યુવા એન્ટ્રેપ્રીન્યર હીરાના ઈન્ટીગ્રેશનલ એકાઉન્ટ ધારકો તથા બ્રાંચના વિક્રેતાઓ તથા ગ્રાહકોને ટોકીઝનું વિતરણ કર્યું હતું.