બીજો રાઉન્ડ પૂર્ણ છતાં બેચલર, માસ્ટર કોર્સોમાં સીટો ખાલી ખમ્મ

શિક્ષણ બોર્ડના રિપોર્ટ મુજબ કોમર્સના બી.કોમ, બીસીએ, બીબીએ, એમબીએ જેવા ડીગ્રી કોર્ષોમાં વિઘાર્થીઓ રૂચી ગુમાવી રહ્યા છે. છતાં કુલ ૩૨,૦૧૦ સીટોમાંથી ૧૧ હજાર બીકોમની સીટી ખાલી રહી તેવી દહેશત છે. ત્યારે ઇગ્લીશ મીડીયમ કોલેજોની ૫,૪૬૦ સીટો અને ગુજરાતી માઘ્યમની ૫,૪૪૬ સીટો હજુ પણ ખાલી ખમ્મ છે. અને બીકોમની હિન્દી મિડીયમ કોલેજમાં ૪૦૬ જગ્યા ભરાઇ નથી.

તો બીબીએમાં ૯૩૩, બીસીએમાં ૩૩૫ અને એમબીએમાં ૬ બેઠકો ખાલી રહી છે. કોમર્સ કરનારા વિઘાર્થીઓ હવે આર્ટીફીશીયલ ઇન્ટેલજન્સ અને કમ્પ્યુટર ક્ષેત્ર તરફ વળ્યા છે. તો બેચલર ઓફ આર્કિટેકચરના એડીમીશનની મેરીટ લીસ્ટ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું છે. વિઘાર્થીઓની પસંદગીના વિષય માટે મોક રાઉન્ડ પરિણામ ૧૯મી જુલાઇએ આવશે. રાજયભરમાં બેચલર ઓફ આર્કિટેકટ માટે કુલ ૬૯ સંસ્થાઓમાં ૧,૬૨૦ સીટો રહેલી છે.

ફાર્મસી એડમીશનમાં ડીપ્લોમાં ટુ ડીગ્રી કોર્ષ માટેના મેરીટ લીસ્ટની જાહેરાત ગુરુવારે કરવામાં આવી હતી રાજયમાં ફાર્મસી માટે ૧,૪૩૧ સીટો રહેલી છે જયારે તેની સામે ૧૧૯ વિઘાર્થીઓ જ મેરીટ લીસ્ટમાં નોંધાયા છે. જેમાં ૭૮ વિઘાર્થીઓએ ગુરુવારે પોતાના એડમીશન મેળવ્યા હોવાની ખાતરી લીધી હતી.ફાર્મસી ઉપરાંત એન્જીનીયરીંગ કોર્ષની પણ હાલત કફરી છે. હાલ વિઘાર્થીઓ કમ્પ્યુટર અને સોફટવેર મેકીંગ તરફ વળી રહ્યા છે. જેથી કોમર્સના અભ્યાસક્રમોની દશા બદલી  રહી છે.

લ્યો કરો વાત, ડેન્ટલ કોષોમાં  ૧૧રપ માંથી ૭૯૫ બેઠકો હજુ ખાલી

ડેન્ટલ કોર્ષમાં એડમીશનનું પહેલું રાઉન્ડ પૂર્ણ થઇ ચુકયા છતાં ૭૧ ટકા સીટો હજુ ખાલી ખમ્મ છે ફકત ૨૪૫ સીટો જ ભરવામાં આવી છે. પ્રોફેશ્નલ અંડરગ્રેજયુએટ મેડીકલ કોર્ષની એડમીશન કમીટીએ જણાવ્યું હતું કે કુલ ૧૧૨૫ સીટો ડેન્ટલ કોર્ષ માટે ફાળવવામાં આવે છે જેમાંથી ૭૯૫ હજી ભરાઇ હતી જે કુલ ૭૧ ટકા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જે વિઘાર્થીઓએ એડમીશન નથી મેળવ્યું તેમને કોર્ષની ફી વધારે લાગી હશે અથવા તેમણે ખોટા દસ્તાવેજો રજુ કર્યા છે. અધિકારીઓનું કહેવું છે કે આયુર્વેદમાં એડમીશન પુર્ણ થયા બાદ ડેન્ટલ કોર્ષની પ્રવેશ પ્રક્રિયા શરુ થતી હોય છે.

જો કે ઓલ ઇન્ડિયા કવોટાની શરુઆત ન થઇ હોવા છતાં હજુ પ્રવેશના બીજા તબકકાની શરુઆત કરવામાં આવી નથી. માટે ઓલ ઇન્ડિયા કવોટા પુર્ણ થાય ત્યાર બાદ ડેન્ટલ કોર્ષના એડમીશન ફરી શરુ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.