લોજિસ્ટિક સ્કિલ કાઉન્સીલ દ્વારા યુનિ. સાથે કરાર: કોર્ષ દરમ્યાન સઘન ઔઘોગિક તાલીમ અને સ્ટાય ફંડ મળશે
ભારતનાં કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય અંતર્ગત રચાયેલ લોજિસ્ટિકસ સેકટર કાઉન્સીલે રોજગારીની ગેરંટી સાથેના અભ્યાસક્રમ માટે આત્મીય યુનિવર્સિટી સાથે તાજેતરમાં સમજુતિ કરી છે સમગ્ર રાજય માટે ગૌરવની વાત એ છે કે લોજિસ્ટિકસ સેકટર કાઉન્સીલે આ પ્રકારે સમજુતી માટે સમગ્ર દેશમાંથી સર્વપ્રથમ આત્મીય યુનિવર્સિટીની પસંદગી કરી છે. આ સમજુતી અંતર્ગત આત્મીય યુનિવર્સિટીમાં બી.કોમ. લોજિસ્ટિકસનો અભ્યાસક્રમ આગામી શૈક્ષણિક વર્ષથી શરુ કરવામાં આવશે.
ભારત સરકારની લોજિસ્ટિકસ સેકટર કાઉન્સીલપ્રથમ તબકકામાં સમગ્ર દેશમાંથી માત્ર પંદર યુનિવસિટી કે સંસ્થાઓ સાથે સમજુતી કરનારછે. જે પૈકી પશ્ચીમ ક્ષેત્રમાંથી માત્ર આત્મીય યુનિવર્સિટીની પસંદગી કરવામાં આવી છે.
આ સમજુતી હેઠળ એપ્રેન્ટિસ એકટ-૧૯૬૧ માંસુચવ્યા મુજબ લોજિસ્ટિક સેકટરની માંગ પ્રમાણેનો અભ્યાસક્રમ બી.કોમ. લોજિસ્ટિકસ સમગ્ર દેશમાં સૌપ્રથમ આત્મીય યુનિવર્સિટીમાં શરુ કરવામાં આવશે. ત્રણ વર્ષના આ અભ્યાસ ક્રમમાં પહેલું, ત્રીજું અને પાંચમું સેમેસ્ટર આત્મીય યુનિવર્સિટી ખાતે જયારે બીજું, ચોથું અને છઠ્ઠુ સેમેસ્ટર વિઘાર્થીઓએ વિષયને અનુરુપ ઉઘોગમાં એપ્રેન્ટિસ તાલીમલેવા રહેશે.
આ બીજું, ચોથા અને છઠ્ઠાસેમેસ્ટરમાં વિઘાર્થીને એપ્રેન્ટિસ એકટ પ્રમાણે શહેરના ગ્રેડ મુજબ માસિક રૂ ૫૦૦૦-થી માંડીને રૂ ૧૦ હજાર સ્ટાયફંડ આપવામાં આવશે. અભ્યાસક્રમ સફળ રીતે પુરો કરનાર વિઘાર્થીને માસિક રૂ ૨૦ થી લઇને ૨૫ હજારના પગારથી યોગ્યતા પ્રમાણેની કંપનીમાં સુપરવાઇઝર મેનેજર કે તેનાથી ઉંચા પદે ચોકકસ રોજગારીની ગેરંટી આપવામાં આવે છે.
આત્મીય યુનિવર્સિટીનાં પ્રોચોાન્સેલર પ્રો. શીલા રામચંદ્રનનાં જણાવ્યા મુજબ આ સમજુતી અનુસાર અભ્યાસક્રમ અને તેની શૈક્ષણીક સામગ્રી લોજિસ્ટિકસ સેકટર કાઉન્સીલ કે જેમાં વિવિધ ઉઘોગોના દિગ્ગજો સામેલ છે. તેના દ્વારા તૈયાર કરવામાં આવશે. ઉઘોગોની માંગ પ્રમાણેના વિષય ઓફર કરવામાં આવશે તેમાંથી વિઘાર્થીએ પસંદગી કરવવાની રહેશે.
આ સમજુતિનું લોજિસ્ટિક કાઉન્સીલના એકેડેમિક ક્ધસલ્ટન્ટ પ્રો. એસ. ગણેશન અને આત્મીય યુનિ.ના પ્રોવોસ્ટ પ્રો. સંથાનકૃષ્ણને પ્રોચાન્સેલર પ્રો. શીલા રામચંદ્રન અને પ્રોજેકટ એસોસિએટ ગાયત્રી હરિશની હાજરીમાં આદાન પ્રદાન કર્યુ હતું. સમગ્ર કાર્યવાહીનું સંકલન ડેપ્યુટી રજીસ્ટ્રાર પ્રો. આશિષ કોઠારીએ કર્યુ હતું.
આત્મીય યુનિવર્સિટી ના સંવાહક પુ.ત્યાગવલ્લભ સ્વામીએ હર્ષની લાગણી વ્યકત કરતા આ સમજુતીને વિઘાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ દ્વારા સારામાં સારી રોજગારી માટે સક્ષમ બનાવવાના તેમજ સંસ્કાર સિંચન દ્વારા સમાજ જીવનને ઉત્કૃષ્ઠ બનાવવાના યજ્ઞમાં સમજુતી આહુતિરુપ ગણાવીછે