પોકીયા અંજલી ૮૭ ટકા સાથે કોલેજમાં પ્રથમ, યુનિવર્સિટીમાં ૧૨માં ક્રમે ઉતીર્ણ
સૈારાટ્ર યુનિર્વસિટી સાથે સંલગ્ન વેલનોન કોલેજ ઓફ કોમ્યુટર સાયન્સ દ્રારા ચલાવવામા આવતા બી.સી.એ.ના અભ્યાસક્રમના તાજેતરમા જાહેર થયેલા પરિણામમાં વિધાર્થીઓએ જવલંત સફળતા મેળવી છે.
બી.સી.એ.સેમ.૬ ના પરિણામમાં છાત્રોએ પોતાની સર્વોપરિતા સાબિત કરી છે. જેમાં કોલેજની વિધાર્થીની પોકીયા અંજલી એ ૮૭ ટકા મેળવી કોલેજમાં પ્રથમ અને સૌરાટ યુનિર્વસિટીમાં સતત ચોથી વખત ટોપ-૨૦માં સ્થાન મેળવીને ૧૨માં ક્રમાંક્ર સાથે ઉતિર્ણ થયેલ છે. અને સાથે બીજા છાત્રોએ પણ સિધ્ધી મેળવી છે જેમાં કોલેજના વિધાર્થીઓ પોકીયા અંજલીએ ૮૭ ટકા સાથે કોલેજમાં પહેલો ક્રમાંક્ર અને યુનિર્વસિટી મા ૧૨મો ક્રમાંક્ , ડોડીયા ચિંતન ૮૫ ટકા સાથે કોલેજમાં ૨જા ક્રમે, સંખાવરા કિંજલ ૮૧ટકા સાથે કોલેજમાં ૩ ક્રમે , મારકણા કિંજલ ૭૯ટક સાથે કોલેજમાં ૪ ક્રમાંક્રે , બડેલિયા સ્વાતિ ૭૮ ટકા સાથે કોલેજમાં પ ક્રમાંક્ર મેળવી સિઘ્ધી હાંસલ કરી છે.તે બદલ સમગ્ર વેલનોન કોલેજ અને તેના એચ. ઓ. ડી. ગૌરવભાઇ નિમાવત , સંસ્થાના પ્રોફેસરો ભાવેશભાઇ , રેણુકાબેન, પારુલબેન વગેરે એ આ વિધાર્થીઓના પરિવારને અને બધા વિધાર્થીઓને અભિનંદન આપ્યા છેં . અને એચ.ઓ.ડી. ગૌરવભાઇએ વધુમાં જણાવતા કહયુ કે શ્રેષ્ઠ શિક્ષણ એ એકમાત્ર અમારું ધ્યેય છે.અને ધૈર્યપૂર્વકની મહેનત થકી મળ્યું આ સફળતાનું ગૌરવ અને જો તમે કોઇપણ કાર્ય પ્રમાણિક પ્રયત્ન સાથે કરો છો તો તમને સંપૂર્ણ સફળતા મળશે જ અને વિધાર્થી દ્રારા કરવામાં આવતો સખત પરિશ્રમ એ જ વિધાર્થી ના પરિણામની સફળતાનું રહસ્ય છે. અને આ સાથે મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ આ સફળતા પાછળ નો તમામ શ્રેય સંસ્થા ને અને તેમના પ્રોફેસરોને આપેલો.