અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટારને આવેદન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.બી.એ સેમ-3માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને કેટી આવેલ છે સાથોસાથ બી.બી.એ સેમ-5માંના તાજેતરમાં આવેલા પરિણામોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને કેટી આવ્યા બાદ રીએસેસમેન્ટ કરાવ્યું હતું જોકે હજુ પણ રીએસેસમેન્ટના પરિણામ જાહેર ન થયા હોય તો તાત્કાલિક ધોરણે બી.બી.એ સેમ-5 રીએસેસમેન્ટનું પરિણામ તાત્કાલિક જાહેર થાય તેવી એ.બી.વી.પી અને વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે જેને લઇ આજે મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા અને વિદ્યાર્થીઓએ સુત્રોચાર કરી રજીસ્ટારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
રાજકોટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મંત્રી મોહીતસિંહએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલા બી.બી.એ સેમ-3માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને કેટી આવેલ છે તો વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી 3 વિષયોમાં રિએસેસમેન્ટની પરવાનગી આપવામાં આવે અને જો રિએસેસમેન્ટમાં વિદ્યાર્થીઓના પરિણામમાં ફેરફારો જણાય તો વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇ પેપરની ફેર ચકાસણી કરવામાં આવે અને સાથોસાથ બી.બી.એ સેમ-5માં પરિણામો આવ્યા બાદ કેટી આવેલ વિદ્યાર્થીઓએ રિએસેસમેન્ટ કરાવેલ છે તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને રિએસેસમેન્ટનું પરિણામ મળેલ નથી તેમ છતાં યુનિવર્સિટી દ્વારા આગામી 22મી ફેબ્રુઆરીના રોજ કેટીની પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે તો તાત્કાલીક ધોરણે રીએસેસમેન્ટનું પરિણામ જાહેર કરાય અને વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાય તેવી અમારી માંગ છે.