૧૧૦૦થી વધુ સંતોએ વૈદિક પરંપરા મુજબ વૃક્ષ પૂજન કર્યુ: રાજકોટ સહિત દેશ વિદેશની સંસ્થાઓ દ્વારા પ્રાસંગિક વૃક્ષ પૂજન
ભારતીય સંસ્કૃતિમાં વૈદિક સમયી પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને આદરનો એક અનોખો પ્રવાહ વહેતો રહ્યો છે. વૈદિક શાંતિપાઠી લઈને વટપૂજન કે તુલસીપૂજન જેવી અનેક પરંપરાઓ આપણને પ્રકૃતિના જતનનો સંદેશ આપતી રહી છે.
વર્તમાન વિશ્વ અનેક સમસ્યાઓમાંથી પસાર ઈ રહ્યું છે ત્યારે હવે સૌને સમજાઈ રહ્યું છે કે આપણે પ્રકૃતિથી જેટલા દૂર જઈ રહ્યા છીએ તેટલી વધુ સમસ્યાઓને નિમંત્રણ આપી રહ્યા છીએ. આથી જ પ્રકૃતિવંદના દ્વારા પ્રકૃતિના જતનનો વૈશ્વિક સંદેશ આપતાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ધર્મગુરુ મહંતસ્વામી મહારાજે લાખો હરિભક્તોને પ્રકૃતિવંદનાના વૈશ્વિક કાર્યક્રમમાં જોડાવા આહવાન કર્યુ હતુ.
નેનપુર ખાતે મહંતસ્વામી મહારાજે વૈદિક શાંતિપાઠ સાથે વૃક્ષપૂજન અને તુલસીપૂજન કરીને આરતી ઉતારી હતી. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે કરેલા વિરાટ વૃક્ષારોપણના સેવાકાર્યની સ્મૃતિ સાથે હંમેશા કહેતા કે તમે પ્રકૃતિનું જતન કરશો તો પ્રકૃતિ તમારું જતન કરશે.
મહંતસ્વામી મહારાજના આદેશ મુજબ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના તમામ મંદિરોમાં ૧૧૦૦થી વધુ સંતોએ પણ વૈદિક પરંપરા મુજબ વૃક્ષપૂજન કર્યું હતું. તેમાં સંસ્થાના વરિષ્ઠ સદગુરુવર્ય સંતોએ ઐતિહાસિક અને પ્રાસાદિક વૃક્ષનું પૂજન કર્યું હતું. પૂજ્ય ડોક્ટર સ્વામીએ સારંગપુર ખાતે ભગવાન સ્વામિનારાયણના મહાપ્રસાદિક શમીવૃક્ષનું પૂજન કર્યું હતું. ત્યાગવલ્લભદાસ સ્વામીએ અમદાવાદ ખાતે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા રોપાયેલા નીંબતરુના પ્રાસાદિક વૃક્ષનું પૂજન કર્યું હતું. ગાંધીનગરમાં અક્ષરધામ ખાતે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના પ્રાસાદિક પૌરાણિક સમયના વટવૃક્ષનું પૂજન કર્યું હતું. આ ઉપરાંત દિલ્હીમાં અક્ષરધામ ખાતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પ્રાસાદિક જાંબુવૃક્ષનું પૂજન પૂજ્ય ધર્મવત્સલ સ્વામી અને સંતોએ કર્યું હતું. લંડન, ન્યુયોર્ક, શિકાગો, એટલાન્ટા, લોસ એન્જેલસ, ટોરંટો, નૈરોબી, સીડની, મેલબર્ન, દુબઈ, બાહરીન વગેરે વિશ્વના અનેક મહાનગરો સહિત રાજકોટના હજારો હરિભક્તો પણ મહંતસ્વામી મહારાજની આજ્ઞા મુજબ પોતાના ઘરે પ્રકૃતિ વંદનાના કાર્યક્રમમાં જોડાયા હતા.