પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે
વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉપક્રમે રાજકોટના રાજમાર્ગો પર બાળકો અને બાલિકાઓ દ્વારા વિરાટ વ્યસનમૂકિત અને પ્રકૃતિ સંવર્ધન રેલી યોજાઈ
હાલ વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. દિલ્હી અને ગાંધીનગર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામના રચયિતા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સૂત્ર હતું, બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે. આજ જીવનભાવના સાથે તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન 40 લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યા હતા. તેમની પ્રેરણાથી બીએપીએસ સંસ્થા દ્વારા દેશ-વિદેશમાં 15 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન થયું છે.
વીજળી અને પાણીની બચત માટે તેઓએ પોતાના જીવન દ્વારા અનેકને પ્રેરણાઓ આપી છે. આવા વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અને ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની બાળ બાલિકા પ્રવૃત્તિ દ્વારા વ્યસનમુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનનું આયોજન મેં મહિનામાં કરવામાં આવ્યું હતું.
પ્રગટ ગુરુહરી મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી બીએપીએસ સંસ્થાના 16000 બાળકોના 4200 વૃંદ ઉનાળુ વેકેશનમાં વ્યસનમુક્તિ અભિયાનમાં જોડાયા હતા. ઘર, દુકાન, ઓફિસ, ફેક્ટરી, બસ સ્ટેશન જાહેર સ્થળો વગેરે જગ્યાએ ફરીને આ બાળકોએ 14 લાખ જેટલા લોકોનો વ્યક્તિગત સંપર્ક કર્યો હતો. દેશભરમાં યોજાયેલ અભિયાનમાં બાળકોએ વ્યસનથી થતા નુકસાનની વિગતવાર સમજૂતી લોકોને આપી હતી. તારીખ 8 મેથી 22 મે દરમિયાન યોજાયેલ આ અભિયાનમાં બાળકોએ કરેલા વિનમ્ર પ્રયાસના પરિણામે દેશભરના ચાર લાખ વ્યક્તિઓએ આજીવન વ્યસન મુક્ત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત જે વ્યક્તિઓ વ્યસનનું સેવન કરતા નહોતા તેઓએ અન્યને વ્યસનમુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો.
વ્યસનમુક્તિ અભિયાનની સમાનતર બીએપીએસ સંસ્થાની 14000 બાલિકાઓના 3300 વૃંદદ્વારા સમગ્ર દેશમાં પ્રકૃતિ સંવર્ધન અભિયાન યોજાયેલ. દેશભરમાં યોજાયેલ અભિયાનમાં બાલિકાઓએ ઘરો ઘર જઈને 12 લાખ જેટલા લોકોને મુખ્ય ત્રણ સંદેશ આપ્યા.1.પાણી બચાવો,2.વીજળી બચાવો,3.વૃક્ષ વાવો. આ ત્રણેય સંદેશ માટે લોકો કેવા કેવા પગલાંઓ ભરી શકે તે માટે બાલિકાઓએ સૌને માર્ગદર્શન અને પ્રેરણાઓ આપી હતી. સતત 15 દિવસ ચાલેલા અભિયાનના પરિણામે દસ લાખ લોકો પાણી વીજળીના બચાવ માટે અને 6 લાખ લોકો વૃક્ષોના વાવેતર અને જતન માટે કટિબદ્ધ થયા હતા. સાથો સાથ અન્યને પણ પ્રકૃતિ સંવર્ધનની પ્રેરણા આપવા માટેનો સૌએ સંકલ્પ કર્યો હતો.
આ રીતે બાલ બાલિકાઓએ કુલ 26 લાખ જેટલા લોકોનો સંપર્ક કરીને પ્રકૃતિ સંવર્ધન અભિયાન અને વ્યસનમુક્તિ અભિયાન દ્વારા સમાજ ઉત્કર્ષણો ભગીરથ કાર્ય કર્યું હતું. આ અભિયાનના પરિણામે સમાજને તો લાભ થશે જ પરંતુ એ સાથે અભિયાનમાં જોડાયેલા બાળ બાલિકાઓને આજીવન વ્યસનમુક્ત રહેવાના અને વીજળી પાણી અને વૃક્ષોનું સંવર્ધન કરવાના પાઠ શીખવા મળ્યા હતા. સેલ્ફ કોન્ફિડન્સ, કોમ્યુનિકેશન, લીડરશીપ, ટીમવર્ક વગેરે જેવી સુષુપ્તશક્તિઓ આ બાળ-બાલિકાઓમાં અભિયાનના પરિણામે ખીલી હતી.
દેશહિત માટે કંઈક કરી છૂટવાના, સમાજની નિસ્વાર્થ સેવાના, ગુરુને રાજી કરવાના ઉચ્ચતમ આદર્શોના બીજ આ બાળ બાલિકાઓના અંતરમાં રોપ્યા હતા.સમગ્ર ભારતના વિવિધ શહેરોમાં યોજાયેલ અભિયાન રાજકોટ શહેરમાં યોજાયું હતું જેમાં કુલ 281 બાળકોએ અને 376 બાલિકાઓએ કુલ 60,000 વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો. રાજકોટમાં પણ યોજાઈ આ રેલીમાં પ્રેરણાત્મક પ્રદર્શન, રચનાત્મક ફ્લોટસ, વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકો અને બાલિકાઓ દ્વારા થતા સુત્રોચારરાજકોટવાસીઓને અનેરી પ્રેરણા આપેલ. આ રેલીનો શુભારંભ ચૌધરી હાઇસ્કુલના મેદાન ખાતે મંદિરના સંતો અને શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવોના હસ્તે થશે.ત્યારબાદ આ રેલી ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ થઇ રેસકોર્ષ મેદાન પર વિરામ પામશે.