બંને જળાશયો પર અંદાજે ૨.૪૦લાખ ચો.મી. જમીન પર થીમ પાર્ક બનાવવાનું પણ આયોજન
શહેરની ભાગોળે આવેલા આજીડેમ ખાતે શહેરીજનોને પ્રાકૃતિક સૌંદર્ય માણવા મળે તે માટે ફોરેસ્ટ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરની પશ્ર્ચિમે આવેલા ન્યારી ડેમ ખાતે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું પણ આયોજન બજેટમાં કરવામાં આવ્યું છે. આ બંને પ્રોજેકટ માટે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં રૂ.૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ન્યારી ડેમ ડાઉન સ્ટ્રીમ બંધપણાના નીચેના ભાગે અંદાજે ૨ લાખ ચો.મી. તથા આજીડેમના પાળાની સામેના ભાગે અંદાજીત ૪૦ હજાર ચો.મી. જમીનમાં થીમ પાર્ક બનાવવામાં આવશે. આ ઉપરાંત શહેરની આગવી ઓળખ ઉભી થાય તેમજ પર્યાવરણ સુધરે આમ પ્રજાજનો વિગેરેને સુવિધા સભર પ્રાકૃતિક ભાગો નિરાંતના પળોમાં આનંદ પ્રમોટ માટે મળી રહે તે હેતુને ધ્યાને લઈ સરકારના અનુદાનની રકમમાંથી શહેરના ન્યારી ડેમના વિસ્તૃતિકરણનાં નજીકના ખુલ્લા ટેકરાળા ભાગોમાં અદ્યતન લેન્ડ સ્કેપિંગ સાથે રીક્રીએસ્નલ સુવિધાઓ ઉભી કરવાનું આયોજન છે.
આ ઉપરાંત હયાત બગીચાઓ તથા નબળા વિસ્તારમાંથી આવતા બાળકો શિક્ષણમાં અભિ‚ચી કેળવે અને તેઓને પણ કિલકિલાટનો લાભ મળે તે બનાવવાયેલા ‘નંદઘર’માં બાલક્રિડાંગણના સાધનો તેમજ વયસ્ક તેમજ ફરવા માટે આવેલા લોકો માટે સારી બેઠક વ્યવસ્થા ઉભી કરવા તેમજ શહેરના જુદા જુદા વિસ્તારોના બગીચાઓમાં ચાર ફૂડકોર્ટ વિકસિત કરવાનું આયોજન છે. આ ઉપરાંત શહેરના બગીચાઓ વિગેરે જગ્યાના ભારણ તેમજ સ્થળ, સ્થિતિ ધ્યાને લઈ ચાલુ સાલે ૪ નવા ફુડકોર્ટ નિર્માણ કરી અને પ્રજાજનોને સુવિધા આપવાનો નિર્ધાર છે.