સ્વાતંત્ર્યતા નિમિતે વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં 1000થી વધુ રાષ્ટ્રધ્વજનું થશે વિતરણ
ભારતદેશના સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” (અઊંઅખ)ની રાષ્ટ્ર વ્યાપી ઝુંબેશને સમર્થન આપવા અને હર ઘર તિરંગા-ઘર ઘર તિરંગા અભિયાન થકી દરેક નાગરિકના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા અને દેશભક્તિ, રાષ્ટ્રવાદની ભાવનાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવા, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગરના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા 1000 રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાની જુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યક્રમ અનોખી થીમ સમાજને એક વિશેષ સંદેશો પૂરો પડવાની છે, જેમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા તૈયાર કરવામાં આવેલ જે અંતર્ગત રાષ્ટ્રધ્વજના પરમ ગૌરવને ધ્યાનમાં રાખીઆર્ટ પેપરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. જેની અંદર તુલસી અને ફૂલોના છોડના બીજનો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે જેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજનું ગૌરવ જળવાય અને પ્રકૃતિને લાભ થાય તે હેતુથી તેનો માટીના વાસણમાં અથવા જમીનમાં ધ્વજનો આદરપૂર્વક નિકાલ કરવામાં આવશે.
જે થકી તેમાં રહેલ ફૂલ છોડના બીજ 2-6 અઠવાડિયામાં અંકુરિત થઈને ફૂલના રોપા બની તૈયાર થઇ રહેશે. તા. 9 ઓગસ્ટ, 2022ના રોજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ , પ્રકાશભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનું વિધિવત શુભારંભ કરવામાં આવશે અને તા 13 થી 15 ઓગસ્ટ દરમિયાન તેમના ઘરે ત્રિરંગો ફરકાવવા માટે તમામ 1000 રાષ્ટ્રધ્વજનું વિતરણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફને અર્પણ કરવામાં આવશે.
વધુમાં રાષ્ટ્રધ્વજના સન્માનમાં 15મી ઓગસ્ટ,2022ના રોજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે 132 ફૂટની ઊંચાઈ ધરાવતા સ્તંભ ઉપર 30 ફૂટ લંબાઈ અને 20 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવી આઝાદી કા અમૃત મહોત્સવની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા 75 ફૂટના રાષ્ટ્રધ્વજની માર્ચ પાસ્ટ અને પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉજવણીના ભાગરુપે સમગ્ર યુનિવર્સિટી ખાતે વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર ભારતદેશ અને રાષ્ટ્રીય ગૌરવની અસ્મિતાને સમ્માનિત કરવા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી પરિવાર તરફથી અઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી ઉત્સાહસહ કરી યાદગાર બનવવા સમગ્ર યુનિવર્સિટી પરિવાર સમર્પિત ભાવથી કાર્ય કરી રહેલ છે.