જુદા-જુદા ક્ષેત્રના કોચિઝે રેલીમાં પાર્ટીસિપેટ કર્યું: 3 કિલોમીટર સુધી સાયક્લીંગ રેસ યોજાઇ
રાજ્યભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આઝાદી કા અમૃત મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ વહેલી સવારે જિલ્લા રમત-ગમત વિભાગ અને સિનિયર કોચ વિભાગ દ્વારા સાયક્લીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા-જુદા ક્ષેત્રના કોચિંગ હેડએ પણ ભાગ લીધો હતો. આ 3 કિલોમીટરની સાયક્લીંગ રેસમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રાજકોટ જિલ્લા કક્ષાએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યભરમાં દરેક જિલ્લામાં જુદી-જુદી રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એ જ રીતે રાજકોટ જિલ્લામાં પણ આઝાદી કા અમૃત મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ રાજકોટમાં જિલ્લાભરના જુદી-જુદી રમતોના હેડ કોચએ ભાગ લીધો હતો.
રાજકોટ બહુમાળી વિભાગમાં આવેલા સીનીયર કોચ રમા કેદારનાથ મદ્રા દ્વારા એક સાયક્લીંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 કિલોમીટરના રન-વે પર આ સાયકલ રેલીનું આયોજન થયું હતું. જેમાં રાજકોટ જિલ્લાભરમાંથી જુદી-જુદી રમત-ગમત ક્ષેત્રે જોડાયેલાં હેડ કોચ તથા હિસ્ટ્રી કોચિંઝ, ડી.એલ.એસ.એસ. કોચિઝ ટ્રેનર, ઇન સ્કૂલ ટ્રેનર અને અલગ-અલગ સી.ઓ.ઇ. પ્લેયર દ્વારા આ રેસમાં ભાગ લેવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લામાં યોજાયેલી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાયકલ રેલીમાં કુલ 85 ખેલાડીઓએ ભાગ લીધો હતો. શહેરના છેવાડેથી શરૂ થયેલી સાયકલ રેલી 3 કિલોમીટર સુધી ચાલી હતી. જેમાં સિનીયર કોચ વિભાગના અધિકારી રમા કેદારનાથ મદ્રા દ્વારા રમત પ્રશિક્ષણ અંતર્ગત આ રેલીનું ઉત્સાહભેર આયોજન થયું હતું. આગામી 21મી ઓગષ્ટના સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફક્ત બહેનો માટે આજરીતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવશે.