જાનથી મારી નાખવાની ધમકી દીધાની છ શખ્સો સામે નોંધાતી ફરિયાદ
શહેર નજીક આવેલા ભુપગઢ ગામમાં સરકારી ખરાબા જમીનનાં ઉપયોગ બાબતે સાફ-સફાઈ કરતા બે પરીવારવચ્ચે બોલાચાલી બાદ મારામારી થતા સામ-સામે કુલ છ શખ્સો સામે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેર નજીક આવેલા ભુપગઢ ગામે રહેતા કાંતાબેન પ્રવિણભાઈ રાઠોડના ઘરે લગ્નપ્રસંગ હોય જેના માટે ઘરની પાસેઆવેલી સરકારી ખરાબા ની જમીન સાફ કરતા સામાપક્ષે વિવેકભાઈ સિંધવ, ભાવેશભાઈ સિંધવ અને બાબુભાઈ સિંધવે બોલાચાલી કરી હોવાની જ્ઞાતિ અંગે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. જયારે સામાપક્ષે બાબુભાઈ રવજીભાઈ સિંધવની ફરિયાદમાં જણાવ્યા મુજબ સામાપક્ષે જમીન બાબતે ઝઘડો ચાલતો હોયત્યારે સરકારી ખરાબાની જમીન પર ફેન્સીંગ બાંધતા હતા ત્યારે તેમને રોકતા પુંજાભાઈ રાઠોડ, પ્રવિણભાઈ રાઠોડ અને કાનજી રાઠોડ સહિતના શખ્સોએ બોલાચાલી બાદ મારી નાખવાની ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. આજીડેમ પોલીસ મથકના સ્ટાફે બંને પક્ષોની વાતચીત પરથી કુલછ શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથધરી છે