• ગરીબોને ગુણવત્તાયુક્ત આરોગ્યલક્ષી સેવાનો લાભ મળે તેવા ઉમદા હેતુથી મોદી સરકાર દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ યોજના બનાવવામાં આવી હતી જો કે, મેડિકલ માફીયાઓ આયુષ્યમાન કાર્ડનો ગેરઉપયોગ કરી ખોટા બિલ બનાવી સરકારના ખિસ્સા ખાલી કરી રહ્યા છે

ગરીબોને ગુણવત્તાયુક્ત આરોગ્યલક્ષી સેવાનો લાભ મળે તેવા ઉમદા હેતુથી મોદી સરકાર દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ યોજના બનાવવામાં આવી હતી. જેમાં અનેક બિમારીની સારવાર અને ઓપરેશન નિ:શુલ્ક રીતે થાય છે. મોદી સરકારની ઇચ્છા હતી કે લોકોનું સ્વાસ્થ્ય સારૂં રહે અને વિનામૂલ્યે દર્દીઓ સારવાર કરાવે પરંતુ બીજી બાજુ આયુષ્યમાન કાર્ડને લઇને જે રીતે ખાનગી હોસ્પિટલોમાં ચેડાં થઇ રહ્યા છે. તેને લઇને સરકાર માટે પણ આ કાર્ડ માથાના દુ:ખાવા સમાન બન્યું છે. ઘણી ખરી ખાનગી હોસ્પિટલો આયુષ્યમાન કાર્ડના નામે વેપલો કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવે છે. જેને લઇને હવે દર્દીઓનો પણ ભરોસો આયુષ્યમાન કાર્ડથી ઉઠતો જાય છે. ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડને લઇને ખોટા બિલો બનતા હોવાના, વધુ પૈસા કમાવવાની લાલચમાં તબીબો-હોસ્પિટલો ખોટા બિલ બનાવી સરકારના ખીંચા ખાલી કરી રહ્યા છે. આયુષ્યમાન કાર્ડની સુવિધા લોકોની આરોગ્યલક્ષી સેવા નિ:શુલ્ક બને તે માટેની હતી. પરંતુ તેનો ગેરલાભ થતો હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હવે સરકારે પણ આ મામલે મેદાને આવવું પડે તે જરૂરી બન્યું છે.એક બાજુ રાજ્યમાં એવા પણ ડોક્ટરો છે કે નિષ્ઠાવાન રીતે કામ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ આયુષ્યમાન કાર્ડનો ગેરલાભ લઇ પૈસા કમાવવાની લાલચે અનેક મેડિકલ માફીયાઓ સેવાભાવી ડોક્ટરોની શાખ પર દાગ લગાવી રહ્યા છે.  આવો જ એક કિસ્સો આજે અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલમાં કડીથી આવેલા દર્દીઓના સગાઓએ હોબાળો કર્યો છે. અહિં હૃદ્યમાં સ્ટેન્ડ મુકાયા બાદ બે દર્દીઓના મોત નિપજ્યા છે તો પાંચ દર્દીઓ હાલમાં આઇ.સી.યુ.માં દાખલ છે. હોસ્પિટલમાં એન્જીયોગ્રાફી બાદ સ્ટેન્ડ મુકવામાં આવ્યા હતા. સ્ટેન્ડ મુકતા જ મોત થયાનો પરિવારજનોનો આરોપ છે. દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. દર્દીઓના સગાઓનું કહેવું છે કે કોઇપણ જાણ વિના જ એન્જીયોગ્રાફી કરી દેવાઇ હતી. આયુષ્યમાન કાર્ડથી હોસ્પિટલે રૂપિયા મેળવી લીધા હતા. રૂપિયા કમાવવા યોગ્ય સારવાર વગર સ્ટેન્ડ મૂકી દેવાયા છે. ખ્યાતી હોસ્પિટલે અમારા મૃતકોને મારી નાંખ્યા. અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં 19 દર્દીઓ પૈકી 7 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. દરમિયાન 19 પૈકી 2 દર્દીઓના હૃદ્યમાં સ્ટેન્ડ મુકવામાં આવ્યા હતા. સ્ટેન્ડ મુકાયા બાદ બંને દર્દીઓના મૃત્યુ થયા હતા. ત્યારે હવે ખ્યાતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા પીડિતના પરિવારોએ માંગ કરી છે.

આયુષ્યમાન કાર્ડના નામે વેપલો કરનારી અનેક હોસ્પિટલોના કિસ્સાઓ અગાઉ સામે આવ્યા છે. ત્યારે આયુષ્યમાન કાર્ડના નામે મેડિકલ માફીયાઓ ખોટા બિલો બનાવી સરકાર પાસેથી પૈસા પડવી લે છે અને દર્દીઓ આ બાબતનો ભોગ બને છે. ત્યારે સરકારે પણ સમગ્ર મામલે વિચારીને એક્શન લેવા પડશે. નહિં તો આયુષ્યમાન કાર્ડના નામનો વેપલો સરકાર માટે જ માથાનો દુ:ખાવો બની જશે.

રાજ્યમાં મેડિકલ માફીયાઓ બેફામ બની ગયા છે: હેમાંગ રાવલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-ઓર્ડિનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે રાજ્યમાં ભૂતકાળમાં અમરેલી, રાજકોટ, જસદણ સહિતના શહેરમાં મોતિયાના ઓપરેશન બાદ અંધાપા કાંડના મોટા-મોટા કૌભાંડો બહાર આવ્યા હતા પરંતુ અંધાપા કાંડથી પણ સરકાર અને તંત્રએ કોઇ શીખ લીધી ન હતી. આજે કડીના 19 દર્દીઓને મેડિકલ કેમ્પમાંથી અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ખાતે એન્જીયોગ્રાફી કરવા માટે લાવવામાં આવ્યા હતા. દર્દીઓના સગાની ફરિયાદ મુજબ તેઓને કોઇપણ જાતની જાણ કર્યા વિના અને પૂર્વ મંજૂરી લીધા વિના સ્ટેન્ડ નાંખવાનું ઓપરેશન કરી નાંખવામાં આવ્યું હતું. જેના ભોગે બે દર્દીઓના મૃત્યુ થયાના અહેવાલો સામે આવ્યા છે. આમ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મેડિકલ માફીયાઓ બેફામ બની ગયા છે. એક તરફ સારા અને સેવાભાવી ડોક્ટરો નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે આવા મેડિકલ માફીયાઓ નિષ્ઠાભાવી અને સેવાભાવી ડોક્ટરોની શાખ પર દાવ લગાવી રહ્યા છે. ત્યારે આ મામલે સરકાર જવાબદારો સામે સખત પગલાં લઇ પોતાની સક્રિયતા બતાવે અને બેદરકારીથી જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓને એક કરોડ રૂપિયાની તાત્કાલીક સહાય જાહેર કરવા પ્રદેશ કોંગ્રેસે માંગ કરી છે.

આયુષ્યમાન કાર્ડના નામે થતાં ખોટા વેપલાને રોકવા નક્કર પગલાં લેવા પડશે નહિં તો સરકાર માટે પણ આ કાર્ડ માથાના દુ:ખાવા સમાન બની જશે અને દર્દીઓને આયુષ્યમાન કાર્ડ પરથી ભરોસો ઉઠતો જાય તેવી સ્થિતિ સર્જાશે

તબીબો-હોસ્પિટલો ખોટા બિલ બનાવી સરકારના ખીંચા ખાલી કરી રહ્યા છે. આયુષ્યમાન કાર્ડની સુવિધા લોકોની આરોગ્યલક્ષી સેવા નિ:શુલ્ક બને તે માટેની હતી. પરંતુ તેનો ગેરલાભ થતો હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હવે સરકારે પણ આ મામલે મેદાને આવવું પડે તે જરૂરી બન્યું છે.એક બાજુ રાજ્યમાં એવા પણ ડોક્ટરો છે કે નિષ્ઠાવાન રીતે કામ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ આયુષ્યમાન કાર્ડનો ગેરલાભ લઇ પૈસા કમાવવાની લાલચે અનેક મેડિકલ માફીયાઓ સેવાભાવી ડોક્ટરોની શાખ પર દાગ લગાવી રહ્યા છે.  આવો જ એક કિસ્સો આજે અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલમાં કડીથી આવેલા દર્દીઓના સગાઓએ હોબાળો કર્યો છે. અહિં હૃદ્યમાં સ્ટેન્ડ મુકાયા બાદ બે દર્દીઓના મોત નિપજ્યા છે તો પાંચ દર્દીઓ હાલમાં આઇ.સી.યુ.માં દાખલ છે. હોસ્પિટલમાં એન્જીયોગ્રાફી બાદ સ્ટેન્ડ મુકવામાં આવ્યા હતા. સ્ટેન્ડ મુકતા જ મોત થયાનો પરિવારજનોનો આરોપ છે. દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. દર્દીઓના સગાઓનું કહેવું છે કે કોઇપણ જાણ વિના જ એન્જીયોગ્રાફી કરી દેવાઇ હતી. આયુષ્યમાન કાર્ડથી હોસ્પિટલે રૂપિયા મેળવી લીધા હતા. રૂપિયા કમાવવા યોગ્ય સારવાર વગર સ્ટેન્ડ મૂકી દેવાયા છે. ખ્યાતી હોસ્પિટલે અમારા મૃતકોને મારી નાંખ્યા. અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં 19 દર્દીઓ પૈકી 7 દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. દરમિયાન 19 પૈકી 2 દર્દીઓના હૃદ્યમાં સ્ટેન્ડ મુકવામાં આવ્યા હતા. સ્ટેન્ડ મુકાયા બાદ બંને દર્દીઓના મૃત્યુ થયા હતા. ત્યારે હવે ખ્યાતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવા પીડિતના પરિવારોએ માંગ કરી છે.

આયુષ્યમાન કાર્ડના નામે વેપલો કરનારી અનેક હોસ્પિટલોના કિસ્સાઓ અગાઉ સામે આવ્યા છે. ત્યારે આયુષ્યમાન કાર્ડના નામે મેડિકલ માફીયાઓ ખોટા બિલો બનાવી સરકાર પાસેથી પૈસા પડવી લે છે અને દર્દીઓ આ બાબતનો ભોગ બને છે. ત્યારે સરકારે પણ સમગ્ર મામલે વિચારીને એક્શન લેવા પડશે. નહિં તો આયુષ્યમાન કાર્ડના નામનો વેપલો સરકાર માટે જ માથાનો દુ:ખાવો બની જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.