‘અબતક’ના આંગણે આયોજકોએ આપી માહિતી: આવકનો દાખલો, રાશનકાર્ડ, આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ
રાજકોટ કલેકટર કચેરી અને રાજકોટ કોર્પોરેશનના સહયોગથી શેઠ ઉપાશ્રય જૈન સંઘનાં આંગણે જૈન પ્રોગ્રેસીવ ગૃપ સંચાલિત પ્રધાનમંત્રીની યોજના અનુસાર આયુષ્યમાન કાર્ડ કેમ્પ નું આયોજન તા.1.1.ર3ને રવિવારના રોજ કરાયું છે. ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા વિજયભાઈ આશરા, જગદિશભાઈ ગોસલીયા અને નીતિનભાઈ દોશીએ વિશેષ વિગતો આપી હતી.
દરેક શ્રાવક-શ્રાવિકાઓએ તા. 01/01/ર0ર3 ને રવિવારના રોજ સવારે 9:00 કલાકે નીચે મુજબના ડોક્યુમેન્ટ જેમાં આવકનો દાખલો ફરજીયાત સાથે લઈને શેઠ ઉપાશ્રય જૈન સંઘ, પ્રસંગ હોલ પાછળ, ગીરીરાજ હોસ્પીટલ પાસે, 1પ0 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં આવવાનું રહેશે. આવકના દાખલા વગર કોઈપણ સંજોગોમાં આયુષ્યમાન કાર્ડ આપવામાં નહી આવે તો ફરજીયાત આવક નો દાખલો કઢાવી સાથે લઈ આ આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં આવવાનું રહેશે તેમજ આ કેમ્પ દરમ્યાન કોઈપણ કારણોસર ટેકનીકલ સરવર ડાઉન થઈ જાય તો તેના માટે આયોજકની જવાબદારી રહેશે નહી. આ આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં કલેકટર , કમિશ્નર , કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર પ્રદીપભાઈ ડવ, ધારાસભ્ય અને ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, આરોગ્ય વિભાગ ચેરમેન રાજે બેન ડોડીયા વિગેરે મુખ્ય મહેમાનો ને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
આ આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં ભાઈઓ-બહેનોએ પોતાના નામ રમેશભાઈ શેઠ મો. 98255 49894 અને નિતીનભાઈ દોશી મો. 94ર87 00ર34 ઉપર વોટસએપ મેસજ દ્વારા લખાવી આપવા યાદીમાં જણાવાયું છે.