વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની કર્ણાટકની મુલાકાતે છે. પહેલા દિવસે તેઓ શ્રવણબેલગોલા પહોંચ્યા છે. અહીંયા તેમણે એક હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ભારત સરકારે સામાન્ય બજેટમાં આયુષ્માન ભારત યોજના હેઠળ એક વર્ષમાં પરિવારને બીમારીના ઇલાજ માટે 5 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. આઝાદી પછી ભારતમાં ઉઠાવવામાં આવેલું આ સૌથી મોટું પગલું છે. આ પહેલા આ રીતે આખી દુનિયામાં કોઇએ નથી વિચાર્યું. આ અમે કર્યું છે. ઉલ્લેખનીય છે કે 15 દિવસમાં આ મોદીની બીજી કર્ણાટક મુલાકાત છે. તેઓ 4 ફેબ્રુઆરીના રોજ પણ બેંગલુરૂ ગયા હતા. રાજ્યમાં આ જ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે.
આયુષ્માન ભારત યોજના હેઠળ એક વર્ષમાં પરિવારને બીમારીના ઇલાજ માટે 5 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે
Previous Articleલાંબા સમય બાદ સલમાન શોમાં આવવા આતુર છે
Next Article જય માં ભવાની….. શિવાજી જયંતિની ઉજવણી