કોરોના સમયે વોરિયર્સ તરીકે સરકારી કર્મચારીઓને આપેલા આયુષ્માન કાર્ડ વેલીડ છે કે નહિ તે સરકાર નક્કી કરશે
સિવિલ નર્સિંગ સુપરિટેન્ડેન્ટના આયુષ્માન કાર્ડ પ્રકરણ અંગે ગાંધીનગરની ટીમના રાજકોટમાં ધામા
કોરોના સમયગાળામાં સરકારી કર્મચારીઓ અને ખાસ કરીને હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મીઓને સરકાર દ્વારા કોરોના વોરિયર્સને દરરોજ આપવામાં આવ્યો છે. કપરા કાળમાં પોતાના જીવનની ચિંતા કર્યા વગર રાત દિવસ કોરોનામાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓને સરકાર દ્વારા કોરોના વોરિયર્સને અને તેમના પરિવારની ચિંતા કરી હંગામી ધોરણે આયુષ્માન કાર્ડ કઢાવી તેમનો લાભ આપવામાં આવ્યો હતો.પરંતુ રાજકોટ પિડિયું સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ક્લાસ – 2 અધિકારી નર્સિંગ ચીફ સુપરિટેન્ડેન્ટ હિતેન્દ્ર ઝાંખરિયાએ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા તેમને પણ આયુષ્માન કાર્ડનો લાભ આપવામાં આવ્યો હતો. પરંતુ આ કાર્ડનો ઉપયોગ તેના પરિવારજનોએ કરતા લાખો રૂપિયાના પગાર ધારકો ગરીબના આયુષ્માન કાર્ડ કઢાવી ઉપયોગ કરતા હોવાના આક્ષેપો લાગ્યા હતા. જેના પગલે આજ રોજ ગાંધીનગરથી એક કમિટી રાજકોટ સીવીલ હોસ્પિટલમાં આવી પહોંચી હતી. જેથી હવે હંગામી ધોરણે કાઢેલા કોરોના વોરિયર્સના આયુષ્માન કાર્ડ વેલીડ ગણવા કે નહિ તે અંગે સરકાર સામે સવાલો ઉભા થયા છે.
આ અંગે મળતી પ્રાપ્ત વિગત મુજબ થોડા સમય પહેલા સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ ચીફ સુપરિટેન્ડેન્ટ હિતેન્દ્ર ઝાંખરિયા અને તેમના પરિવારજનો દ્વારા એમઆરઆઇ કરાવવામાં આવ્યો હતો. ગરીબોને લાભ મળતા આયુષ્માન કાર્ડનો ઉપયોગ લાખોપતિ પગાર ધારકે કરતા ઉહાપો મચી ગયો હતો. ત્યાર બાદ નર્સિંગ ચીફ સુપરિટેન્ડેન્ટ હિતેન્દ્ર ઝાંખરિયા પર એક્શન પણ લેવામાં આવ્યા હતા.પરંતુ તમામ દલીલો વચ્ચે ખુદ નર્સિંગ ચીફ સુપરિટેન્ડેન્ટ હિતેન્દ્ર ઝાંખરિયાએ મીડિયા સમક્ષ આવીને પોતે જ ખુલાસો કર્યો હતો કે સરકાર દ્વારા કોરોના વોરિયર્સ તરીકે બિરુદ આપ્યા બાદ આયુષ્માન કાર્ડનો લાભ તેમને જ આપવામાં આવ્યો હતો. જેથી તેમના પર લાગેલા આરોપ બેબુનિયાદ હોવાનુ જણાવ્યુ હતુ.
પરંતુ તેમ છતાં આજ રોજ સિવિલ હોસ્પિટલમાં ગાંધીનગરથી કમિટી રાજકોટ ખાતે આયુષ્માન કાર્ડ પ્રકરણમાં પૂછપરછ માટે આવી છે. ગાંધીનગર સરકાર પક્ષથી પાચ સભ્યોની કમિટી સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે.આ તમામ બાબતો બાદ હવે સરકાર દ્વારા જ આપવામાં આવેલા કોરોના વોરિયર્સને આયુષ્માન કાર્ડ માન્ય ગણાશે કે કેમ તે સૌથી મોટો સવાલ લોકોના મનમાં ચાલી રહ્યો છે. અધિકારીઓ દ્વારા પણ કોરોના વોરિયર્સના બિરુદ પ્રાપ્ત થયેલા કર્મચારીઓને આયુષ્માન કાર્ડનો લાભ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.