સમગ્ર ભારતમાં ૩૦ એપ્રિલના રોજ આયુષ્માન ભારત દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2018માં આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. ભારતમાં ઘણા એવા લોકો છે પૈસાના અભાવે અમુક રોગોની સારવાર કરાવી શકતા નથી અને છેવટે મૃત્યુ પામે છે ત્યારે પ્રધાનમંત્રી દ્વારા શરુ કરવામાં આવી આયુષ્માન ભારત યોજના અનેક લોકો માટે અમૃત સાબિત થઈ છે.

આ યોજના અનેક લાભો સાથે પ્રતિ વર્ષ કુટુંબ દીઠ રૂ. 5 લાખનું કવરેજ પ્રદાન કરે છે. આયુષ્માન ભારત દિવસ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે કારણ કે તે આ ક્રાંતિકારી આરોગ્ય સંભાળ યોજનાની શરૂઆત કરે છે. આ યોજનાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં પણ આવે છે. જેમાં લાભાર્થીઓને કુટુંબ દીઠ રૂ. 5 લાખ સુધીના વાર્ષિક સ્વાસ્થ્ય વીમા કવચ આપવામાં આવે છે.

રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં દરેક પરિવારના સભ્યને 5 લાખ સુધીનો સારવાર સહિતનો ખર્ચ કરી શકે છે.

આ યોજનાનો ઉદ્દેશ્ય આપત્તિજનક સ્વાસ્થ્ય ખર્ચ સામે નબળા પરિવારોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનો છે, જે ભારતમાં ગરીબીનું એક મુખ્ય કારણ છે. આયુષ્માન ભારત યોજના હેલ્થકેર સેક્ટરમાં એક ગેમ ચેન્જર છે કારણ કે તેનાથી ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળની પહોંચમાં નોંધપાત્ર સુધારો થવાની અને સમાજના ગરીબ અને નબળા વર્ગો માટે આરોગ્યસંભાળના ખર્ચના બોજને ઘટાડી શકાય છે.

જો તમે પણ આ યોજના માટે અરજી કરવા માંગો છો, તો તેના માટે તમે તમારા ઘરના નજીકના જન સેવા કેન્દ્ર પર જઈ શકો છો. ત્યાં તમારે એક ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. આ પછી, અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતીને ક્રોસ-ચેક કર્યા પછી, તમે આયુષ્માન ભારત યોજનાનું ગોલ્ડન કાર્ડમાં નોંધણી કરાવી શકશો જે તે 15 દિવસ લેશે ત્યારબાદ કાર્ડ ઓનલાઈન પણ ડાઉનલોડ તમે કરી શકશો.

કેવી રીતે કરવું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ ??

1. આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે, સૌ પ્રથમ તેની વેબસાઇટ https://pmjay.gov.in/ પર ક્લિક કરો.
2. આ પછી આગળ તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો.
3. આ પછી તમને આધાર નંબર માટે પૂછવામાં આવશે જે તમારે ભરવું પડશે અને આગળના પેજ પર અંગૂઠાની છાપ ચકાસવી પડશે.
4. આ પછી ‘મંજૂર લાભાર્થી’ના વિકલ્પ પર ક્લિક કરો.
5. આ પછી, તમારે માન્ય ગોલ્ડન કાર્ડ્સની સૂચિમાં તમારું નામ તપાસવું પડશે.
6. આ પછી તમારું નામ ચેક કરો.
7. આગળ તમે CSC Wallet પર ક્લિક કરીને તમારો પાસવર્ડ દાખલ કરો.
8. આગળ PIN દાખલ કરો અને હોમપેજ પર આવો.
9. આ પછી તમને આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાનો વિકલ્પ દેખાશે. અહીં ક્લિક કરો.
10. આ પછી તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઈ જશે.

આયુષ્માન ભારત યોજના અથવા PMJAY ના લાભો

આયુષ્માન ભારત યોજના અથવા PMJAY દેશના નબળા અને જરૂરિયાતમંદ પરિવારોને આરોગ્યસંભાળ પૂરી પાડે છે. જે લાભો મેળવી શકાય છે તે નીચે સૂચિબદ્ધ છે:

પરિવારની ઉંમર, લિંગ અને કદના આધારે કોઈ પ્રતિબંધ નથી.

સમગ્ર ભારતમાં આરોગ્ય સુવિધાઓ અને સારવાર મફત છે.

પૂર્વ-અસ્તિત્વમાં રહેલા રોગોના કવરેજ માટે કોઈ રાહ જોવાનો સમયગાળો નથી.

PMJAY અથવા આયુષ્માન ભારત યોજના હેઠળ 50 વિવિધ પ્રકારના કેન્સર માટે કીમોથેરાપી સાથે ઓન્કોલોજી સારવાર આવરી લેવામાં આવી છે.

બહુવિધ શસ્ત્રક્રિયાઓના કિસ્સામાં, યોજનામાં પ્રથમ સર્જરીના સૌથી વધુ પેકેજની રકમ અને બીજી અને ત્રીજી સર્જરી માટે અનુક્રમે 50% અને 25% આવરી લેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.