શહેરમાં આયુર્વેદીક દવાના અગ્રણી વેપારી અને રાજકોટ શહેર આયુર્વેદીક ડીલર્સ એસો.ના પ્રમુખ એવા નારાયણી ફાર્મસીના સંચાલક ડો. અકબર પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમે વિવિધ પ્રકારની દરેક કંપનીની આયુર્વેદીક દવાઓ વેચીએ છીએ સાંડુ, ડાબર, ઝંડુ, હીમાલ્યા, સહિતની દવાઓનો હોલસેલ રીટેલ વેપાર તેમજ આયુર્વેદિક દવાખાનાઓ ચલાવીએ છીએ અમારી નારાયણી ફાર્મસી ૧૯૯૭થી કાર્યરત છે અને શહેરમાં સૌથી વિશાળ દવાની રેન્જ અમારે ત્યાં હોય છે. અમારી નારાયણ ટ્રેડર્સમાં અમે સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં ઘણી અગ્રણી આયુર્વેદ કંપનીઓનું હોલસેલ વેચાણ કરીએ છીએ. અમારી નારાયણ ચિકિત્સાલ્યના નામે ચીકીત્સા કેન્દ્ર ચાલે છે.
જેમાં વિવિધ પ્રકારનાં રોગોની સારવાર ડોકટરો દ્વારા કરવામાં આવે છે. રાજકોટમાં અમે આરોગ્ય અને આયુર્વેદીક વિશે જાગૃત કરવા માટે કાર્યરત છીએ. અમે પોતે ત્રણ આયુર્વેદીક પ્રોડકટનું મેન્યુફેકચર કરી છે જેમાં મોઢા જકડાઈ ગયા હોય, તેના માટે માઉથ ઓપનર બનાવીએ છીએ જેમાં ગોઠણના સાંધાઘસાઈ ગયા હોય તેની માટે કીયારયોગ બનાવ્યો છે. મોઢામાં ચાંદા પડતા હોય તેના માટે સ્પ્રે બનાવવામાં આવ્યો છે. તમાકુને સિગરેટનું સેવન કરવાથી જેનું મોઢુ જકડાઈ ગયું હોય મો ખોલવામં તકલીફ પડતી હોય તેના માટે આ દવા બનાવવામાં આવી છે.
કસરત પણ સાથે કરવાની હોય છે. તેનાથી એકથી દોઢ ઈંચ જેટલુ મો ખોલી શકાય છે સાંધા ઘસાય ગયા હોય ની રીપ્લેશનમેન્ટ ની જગ્યાએ કેઆર યોગ નામની ટયુબ આવે છે. જેનો ઉપયોગ કરવાથી સારો એવો ફાયદો થાય છે.