કૃમિનાશક, શરદી, ઝેરી અસર, ખીલ વગેરેમાં મીંઢળનો અસરકાર નીવડે
મીંઢોળનું ઝાડમાં સોપારી જેવડું બજરિયા રંગનું ફળ હોય છે.મીંઢોળને મદનફળ તરીકે પણ ઓળખવામાં આવે છે.મીંઢોળ શુભ પ્રસંગે, શુભ કાર્યોમાં ઉપયોગમાં લેવાતું એક ફળ છે.જેને માણેકસ્તંભને તથા વરક્ધયાના કાંડે લગ્ન પ્રસંગે બાંધવાનો રિવાજ છે.મીંઢળએ એક ચમત્કારિક ઔષધિરૂપ ફળ છે.તેને સંસ્કૃતમાં મદનફળને કામદેવનું ફળ પણ માનવમાં છે. પ્રજોત્પત્તિની આશામાં ઉજ્જવળ પરિણામ આવે તેના માટે મીંઢોળને નાડાછડીમાં પરોવીને બાંધવાની પ્રાચીન કાળથી પ્રથા ચાલી આવે છે. મદનફળને ઘસીને તેનું પાણી પીવડાવવાથી ફુડ પોઇઝનની અસર ઓછી થાય છે.
મીંઢોળનું ઝાડ મુખ્યત્વ ગિરનારના જંગલોમાં જોવા મળે છે.તેનો ઉપયોગ આયુર્વેદમાં પણ થાય છે. મીંઢોળને લગ્ન, જનોઈ વગેરે શુભ પ્રસંગે જમણે કાંડે તેમજ માણેકથંભ કે મંડપની થાંભલીને બાંધવામાં આવે છે.સાથે કોઈ ઝેરી પદાર્થ ખાઈ જાય તો મીંઢોળનો ઉપયોગ કરવામાં આવતો હતો.મીંઢળનું વૃક્ષ હરિતક્યાદિ વર્ગનું અને મંજિષ્ઠાદિ કુળનું નાના કદનું હોય છે. લાંબા કાંટાવાળા 15 ફૂટ ઉંચાઈ ધરાવતા મીંઢોળના વૃક્ષ હોય છે.તેનાં કાંટા 1 થી 2 ઈંચ લંબાઈ અને તીક્ષ્ણ હોય છે.તેનું કાષ્ઠ શ્વેતવર્ણ અને સખત હોય છે.
જેનું વૈજ્ઞાનિક નામ ફિક્ષમશફ મીળયજ્ઞિિીંળ છે. તેમાં શરૂઆતમાં સફેદ ફૂલ થાય છે અને પછી પીળા ફૂલ થાય છે. ફળ સર્પદંશના ઉપચારમાં ખુબ જ ઉપયોગી છે. મીંઢળ કૃમિનાશક હોવાથી મરડાના ઈલાજમાં પણ ઉપયોગ છે.તેની છાલનો લેપ ખિલ, સંધીવાના સાંધા ઉપર પીડાહારક સાબિત થાય છે. તેના મૂળની છાલ જંતુનાશક અને હાડકાના દુ:ખાવામાં વપરાય છે.
આ સિવાય વ્રણ, કોઢ, આફરો, ગુમડા, સોજો, પિત્ત, શરદી અને ગોળો મટાડવામાં પણ મીંઢોળ ફાયદાકારક હોય છે.આયુર્વેદના જાણકારો મુજબ મીંઢળ એક ઉત્તમ વમનકારક ઔષધી છે. મીંઢોળને ખાવાથી ઉલટી જેવું થાય છે અને ચક્કર આવે છે. જો ગુમડા થયા હોય તો તેના પર મીંઢળનો લેપ ઘસવાથી મટી જાય છે.સાથે નાભિશૂળના ઉપચારમાં મીંઢળને સહેજ ગરમ પાણીમાં લસોટીને તેનો લેપ નાભિની આસપાસ લગાવવામાં આવે છે. ખીલના ડાઘા મટાડવા રાત્રે સૂતી વખતે દૂધની મલાઈ સાથે મીંઢળને લસોટીને તેનો લેપ લગાવાથી ફાયદો થાય છે.
મોઢાની ઝાંખપ અને આંખ નીચેનાં કાળાં કુડાળાં દૂર કરવા મીઢળનો લેપ લગાવવો જોઈએ.મીંઢળનાં બીજનું ચૂર્ણ દૂધ, સાકર કેસરના મિશ્રણમાં આપવામાં આવે તો સ્ત્રીઓમાં કામશક્તિ જાગૃત થાય છે. નિ:સંતાનને સંતાન પ્રાપ્તિ માટે મીંઢળના ચૂર્ણનો ઉપયોગ થાય છે. એટલું જ નહિ યોનિના ભાગે આવતી ખંજવાળ મટાડવામાં પણ મીંઢળ ખુબ જ ઉપયોગી છે.મીંઢળના ચૂર્ણના ઉકાળામાં કપડું પલાળીને તેની વાટ યોનિમાં મૂકવામાં આવે ખંજવાળ આવતી બંધ થઈ જાય છે.આ વાટ મૂકવાથી સૂક્ષ્મ જંતુઓ નાશ થાય છે આનંદથી ઊભરાતા પ્રસંગમાં કેટલાક છૂપા વિધ્નસંતોષીઓ પોતાની ચોટ, મૂઠ વગેરે મલિન વિદ્યાનો ઉપયોગ કરી રંગમાં ભંગ નાખવાનું સાહસ કરે છે. ત્યારે વરક્ધયાને બાંધેલ મીંઢળફળ તેમની રક્ષા કરે છે. જનોઈ વગેરે પ્રસંગે જમણે કાંડે તેમજ માણેકથંભ કે મંડપની થાંભલીને બાંધવામાં આવે છે
જણાવી દઈએ કે, મીંઢળનું વૃક્ષ હરિતક્યાદિ વર્ગનું અને મંજિષ્ઠાદિ કુળનું નાના કદનું ઝાડીવાળું હોય છે. તેની ઉંચાઈ 15 ફૂટ જેટલી હોય છે, મીંઢળ સ્વભાવે ઉષ્ણ, મધુર, કડવું, મળને ખોતરનાર, પચવામાં લઘુ, ઉલટી કરાવનાર, વ્રણ, કોઢ, આફરો, ગુમડા, સોજો, પિત્ત, શરદી અને ગોળો મટાડનાર છે.આયુર્વેદમાં જેટલાં વામકર ઔષધો છે, એ બધામાં મીંઢળ સર્વોત્તમ વામક ઔષધ છે. કોઈ પણ પ્રકારની હાનિ કે ઉપદ્રવ વગર સરળતાથી મીંઢળ ઊલટીઓ કરાવે છે. સહેજ નવશેકા પાણી સાથે એકથી દોઢ ચમચી મીંઢળનું ચૂર્ણ આપવાથી થોડી વારમાં ઊલટીઓ થવા લાગે છે. જો ઝેર ખવાઈ ગયું હોય તો તેને કાઢવા માટે તથા પ્રકોપ પામેલાં પિત્તને કાઢવા માટે મીંઢળ એ ઉત્તમ ઔષધ ગણાય છે. ઊલટીઓ કરાવવા ઉપરાંત તે ખાંસી, શરદી, લોહીની વિકૃતિઓ વગેરેમાં તે વિભિન્ન રીતે પ્રયોજાય છે.