7 વર્ષ પૂર્વે 3 કરોડના ખર્ચે બનેલી આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરવા માંગ

ધ્રાંગધ્રા બાયપાસ પર રાજપર રોડ પર 7 વર્ષ પહેલાં રાજપર રોડ પર આયુર્વેદિક હોસ્પિટલ 3 કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલ ઉદ્દઘાટનના અભાવે દિન પ્રતિદિન ખંડેરમાં ફેરવાઇ રહી છે. ત્યારે હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવે તેવી લોક માગણી ઊઠી છે.

ધ્રાંગધ્રા વિસ્તારના લોકોને આરોગ્ય સુવિધા મળે તેમાટે રાજ્ય સરકાર દ્વારા 20 પથારીની રૂ. 3 કરોડના ખર્ચે અદ્યતન આયુર્વેદિક હોસ્પિટલ ધ્રાંગધ્રા રાજપર રોડ પર બનાવામાં આવેલી. ત્યારે વિસ્તારના લોકોને વધુ સારી આરોગ્ય સુવિધા મળવાની આશા બંધાય હતી. ત્યારે આયુર્વેદિક હોસ્પિટલ બન્યાને 7 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં હજી આયુર્વેદિક હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું નથી. ત્યારે ઉદ્દઘાટન પહેલા હોસ્પિટલ દિન પ્રતિદિન ખંડેરમાં ફેરવાય રહી છે. ત્યારે વિસ્તારના લોકો દ્વારા તાત્કાલીક આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરવામાં આવે તેવી માગણી ઊઠી છે.

આ અંગે સિનિયર સિટિઝન રમેશભાઈએ જણાવ્યું કે ધ્રાંગધ્રામાં બનાવામા આવેલી આયુર્વેદિક હોસ્પિટલ લાંબા સમયથી ઉદ્દઘાટન વગર પડી છે. ત્યારે જો આ હોસ્પિટલ ચાલુ કરવામાં આવે તો લોકોને વધુ સારી ઘર બેઠા આરોગ્ય સુવિધા પ્રાપ્ત થાય અને સારવાર માટે મોંઘા ખર્ચમાંથી બચી જાય. આ ઉપરાંત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ બને.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.