- હવાઇચોક વિસ્તારમાં પાંચ પેઢીથી ઔષધી યુક્ત કાવાનું વેંચાણ કરતા કિરીટભાઇ ભાનુશાળી: ખારો, ખાટો, તીખો, તુરો, કડવો અને મધુર આ પાંચ રસથી કાવો બનાવાય
- તાંબાના વાસણમાં કાવાને ઉકાળવાથી પેટને લગતી બીમારી દૂર થાય: કિરીટભાઇ ભાનુશાળી
શિયાળાની કડકડતી ઠંડીમાં કાવાની બોલબાલા વધારે હોય છે. એમાં પણ કોરોના કાળ બાદ જે લોકો કાવાથી દુર ભાગતા હતા તે પણ કાવો પીવા લાગ્યા છે. પણ જામનગરમાં જે કિરીટભાઈ કાવો બનાવે છે. તેવો કાવો તમને આખા જામનગરમા ક્યાંય ન મળે. તેવો કિરીટભાઈ અને તેમના ગ્રાહકો દાવો કરી રહ્યા છે. જી હા જામનગરમાં કિરીટભાઈ જે કાવો બનાવે છે તે એકદમ જુના ઘરાનાની રીત મુજબ બનાવે છે અને તેમનો કાવો પીવાથી શરદી-ઉધરસ અને કફ ચપટી વગાડતા જ દુર થઈ જાય છે. તેવી કિરીટભાઈ પાક્કી ગેરંટી પણ આપવામા આવે છે. આ કાવાની ડિમાન્ડ માત્ર જામનગરમાં જ નહીં પણ દેશ-વિદેશમાં પણ એટલી જ છે.
જામનગરના હવાઈચોક વિસ્તારમાં કાવાના વ્યવસાય સાથે જોડાયેલા કિરીટભાઈ ભાનુશાળીએ કહ્યું કે તેઓ આ વ્યવસાયમાં તેમની આ પાંચમી પેઢી છે. તેમના પરદાદા પણ આ કાવાના વ્યવસાય સાથે જોડાયેલા હતા. કિરીટભાઈ આર્યુવેદિક કાવો બનાવે છે. તેમનું કહેવુ છે કે તેમનો કાવો એક વખત પીવો એટલે શરદી-ઉધરસ, પિત-વાયુ સહિતની બિમારીઓ દુર ભાગે છે. કોરોનાના સમયમાં અહિંયા મોટી સંખ્યામાં લોકો કાવો પીવા માટે આવતા હતા. કોરોનાના સમયમાં આ કાવો લોકો માટે ખુબ જ ફાયદાકારક સાબિત થયો હતો.. આ કાકાનો કાવો પીવા માટે કોરોના વોર્ડના ડોક્ટર પણ આવતા હતા. કિરીટભાઈ જે કાવો બનાવે છે કે આયુર્વેદિક શાસ્ત્રોક પ્રમાણે તેઓ આ કાવો બનાવે છે.. કાવો 6 રસ ઉપર આધાર રાખે છે. ખાટો, ખારો, તીખો, તુરો, કડવો અને મધુર. પણ કિરીટભાઈનો કાવો પાંચ રસથી બનેલો છે.. તેઓ સુગર ફ્રી કાવો બનાવે છે. જેથી તેમાં મધુર રસ ઉમેરવામાં આવતો નથી. તેમનો આ કાવો પીધા પછી તમારે થોડીવાર માટે પાણી પીવાનું નથી.
કિરીટભાઈનું કહેવુ છે કે જામનગરમાં તેમને ત્યાં જે કાવો મળે છે તે કાવો તમને આખા ભારતમાં ક્યાંય નહીં મળે.. કારણ કે આ કાવા પાછળ ખુબ લાંબો અભ્યાસ છે તે જુના ઘરાનાાની રીતથી આ કાવો બનાવવામાં આવે છે.
કાવામાં અનેક પ્રકારની ઔષધિ ઉમેરવામાં આવે છે અને એક તાંબાના વાસણ પર ઉકાળવામા આવે છે. આ કાવો પીવાથી અનેક બીમારીઓ જેવી કે શરદી, ઉધરસ, પેટને લગતી બીમારી દૂર થાય છે.કિરીટભાઈએ કાવાના પેકેટ જાપાન, અમેરીકા, લંડન, યુકે, કેનેડા સહિતના અલગ અલગ દેશોમાં મોકલ્યા છે. અહીં આવતા એનઆરઆઈ લોકો કિરીટભાઈનો કાવો લઈ જાય છે અને લોકો દેશ-વિદેશથી મંગાવે છે.