કોરોના વાયરસથી લોકો મોતને ભેટી ચૂક્યા છે ભારતમાં અત્યાર સુધી 112 દેશો કોરોના વાયરસ ની લપેટમાં  આવી ચુક્યા છે અને બે લોકોના મોત થયા છે ગુજરાત સરકારે પણ રાજ્યમાં શોપિંગ મોલ, સ્કૂલ ,કોલેજો 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે હાલ આરોગ્ય વિભાગ પણ કોના વાયરસને લઈ સતર્ક બન્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારી અને આયુર્વેદિક વિભાગના કર્મચારીઓ દ્વારા સમગ્ર સાબરકાંઠામાં આયુર્વેદિક ઉકાળા માટે નું આયોજન ચાલુ કર્યું છે
ત્યારે ઇડર તાલુકા પંચાયત દ્વારા પહેલ કરવામાં આવી છે કે આજે શેરપુર જાદર વગેરે કુલ ૧૦ ગામોને આવરી લેવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયત સરપંચ ઓ તલાટી શ્રી ઓ, શિક્ષકો, આંગણવાડી કાર્યકરો આરોગ્ય અધિકારીઓ પણ હાજરી આપી હતી અને માર્ગદર્શન પૂરું પાડયું હતું
જ્યારે ઇડરના તાલુકા વિકાસ અધિકારી કે કે ચૌધરી ને દરેક ગામની મુલાકાત લઇ માર્ગદર્શન પુરું પાડ્યું હતું સરપંચ એસોસિયેશનના પ્રમુખ  તેમજ અશ્વિન પટેલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ હાજર રહ્યા હતા તેમને ઇડર તાલુકાના ગામડાઓમાં   જઈને આશરે 20000 લોકોને ઉકાળો પીવડાવી માર્ગદર્શન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.