કોલેસ્ટ્રોલના વધવાથી હાર્ટ બ્લોકેજનુ સંકટ વધી જાય છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારનું હોય છે. સારુ કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. શરીરને વિટામિન ડી પેદા કરવામાં કોશિકા ઝિલ્લીના નિર્માણમાં અને ફૈટને અવશોષિત કરનારા એસિડનુ નિર્માણ કરવામાં કોલેસ્ટ્રોલની જરૂર પડે છે. આયુર્વેદ મુજબ વધુ તનાવ ખાવા પર ધ્યાન ન આપવુ, વ્યાયામ ન કરવો વગેરે કારણોને લીધે શરીરમાં એ એમ એ (ટૉક્સિન) એકત્ર થાય છે.
એએનએ ધમનીઓમાં જઈને તેને બ્લોક કરે છે. તમારા શરીરમાંથી આ એ એન એ ને સાફ કરવા માટે આયુર્વેદમાં થોડા ઉપાય બતાવ્યા છે. જેનાથી તમારુ હાર્ટ યોગ્ય રીતે કામ કરતુ રહે.
આયુર્વેદીક નુસ્ખાં
તજ હાર્ટ બ્લોકેજમાં કામ આવની આ એક શ્રેષ્ઠ ઔષધિ છે. આ બેકાર કોલેસ્ટ્રોઅને શરીરમાંથી ઘટાડવાનું કામ કરે છે અને હાર્ટને મજબૂતી પ્રદાન કરે છે. તેમ પણ ઓક્સિડાઈજિંગ તત્વ હોય છે. તેના નિયમિત ઉપયોગથી શ્વાસની તકલીફ દૂર થાય છે અને દિલની બીમારીઓ ઘટે છે.
લસણમાં ઝેરીલા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાના ગુણ હોય છે. જેનાથી આ હાર્ટને સુરક્ષા પ્રદાન કરે છે. લસણના નિયમિત સેવનથી કોલેસ્ટ્રોલનુ લેવલ ઘટે છે.
અલસીમાં ઓમેગા-3 ફૈટી એસિડની અધિકતા હોય છે. ઓમેગા-3 ફૈટી એસિડથી એ એમ એ ઓછુ થાય છે અને દિલ સ્વસ્થ રહે છે.
લાલ મરચાના સ્વાસ્થ્ય સંબંધિત પણ અનેક ફાયદા છે. તેની યોગ્ય માત્રાના ઉપયોગથી રૂધિર કોશિકાઓમાંથી ગંદકી હટે છે અને દિલની બીમારીઓનુ સંકટ ઘટે છે