ઇન્ડિયન ઇન્સ્ટિયૂટ ઓફ આયુર્વેદ રિસર્ચ અને હોસ્પિટલનુ આયોજન ગરબા, એકાંકી, નૃત્ય, યોગ થકી વ્યસન મુક્તિનો સંદેશો અપાશે
આયુર્વેદના જ્ઞાન પિપાસુઓની જિજ્ઞાસાને સંતોષતી તેમજ આયુર્વેદ દ્વારા લોકોને ચિકિત્સા પૂરી પાડતી સંસ્થા એટલે રાજકોટમાં કાલાવડ રોડ, ઇશ્ર્વરીયા ગામ ખાતે આવેલી હંસવાહીની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઇન્ડિયનન ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ રિસર્ચ એન્ડ હોસ્પિટલ સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત આઇઆઇએઆરએચ દ્વારા આયુર્વેદના વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓ દ્વારા જ સાંસ્કૃતિક કાર્યક્રમ ગૂંજ ૨૦૨૦ તેમજ ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટ કલેકટર રેમ્યા મોહન, મેયર બીના આચાર્યા, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરના ઇન્ચાર્જ કુલપતિ ડો.અનુપ ઠાકર, ઇન્ચાર્જ આયુષ ડાયરેકટર ડો. ભાવનાબેન પટેલ, સીસીઆઇએમ મેમ્બર ડો. ભરતભાઇ બોઘરા અને સીસીઆઇએમ મેમ્બર ડો. વિક્રમ ઉપાધ્યાય તેમજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો સમાજના મોભીઓ, અન્ય આયુર્વેદ કોલેજના ટ્રસ્ટીઓ તેમજ આચાર્યઓ, શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ હાજરી આપશે.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આયુર્વેદના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે તાંડવ નૃત્ય, બોલીવુડ ડાન્સ, ગાયન વાદન, શ્ર્લોક પઠન, મુક અભિનય, ગરબા, અંકાંકી, નૃત્ય, યોગ ડાન્સ, ધૂમ ડાન્સ તેમજ લોકોને પ્રેરણા મળે તેવા વિષય વ્યસન મુક્તિ પર નાટક લેઝી ડાન્સ અને દેશભક્તિ નૃત્ય રજૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમનો સૌથી પ્રભાવશાળી એવોર્ડ એટલે ‘બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ’ આ એવોર્ડ એવા બે વિદ્યાર્થીઓને આપવામાં આવશે કે જે ભણવાની સાથે સાથે બીજી ઇત્તર પ્રવૃતિઓમાં પણ ઉત્સાહથી ભાગ લેતા હોય જે કોલેજમાં પણ નિયમિત હાજરી આપતા હોય તેમજ જેમની વર્તણુક શિક્ષણ તેમજ અન્ય વિદ્યાર્થીઓ સાથે વિનમ્રતા પૂર્વકની હોય છે. આ એવોર્ડએ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની રહેશે.
આઇઆઇએઆરએચ દ્વારા ફકત વિદ્યાર્થીઓ માટે જ નહી પરંતુ લોકહીતને લગતા પણ કેટલાક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેવા કે વૃક્ષારોપણ, એનએસએસ સીએએમપી, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ગામડાના અંતરીયાળ વિસ્તારમાં રહેતા લોકો સુધી આયુર્વેદની સારવાર પહોચડવા ફ્રિ નિદાન ચિકિત્સા કેમ્પ જેવી પ્રવૃતિઓનું પણ સમયે સમયે આયોજન થતું રહે છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના ચેરમેન નેહલભાઇ શુકલ, મેનેજીંગ ટ્રસ્ટી મેહુલભાઇ રૂપાણી, અન્ય ટ્રસ્ટીઓ ઓજશભાઇ ખોખાણી, પ્રશાંતભાઇ કોરાટ, નીતેશભાઇ અમૃતિયા, નેહલભાઇ શુકલ તેમજ આચાર્ય ડો.લીનાબેન શુકલના માર્ગદર્શન નીચે બધા જ અધ્યક્ષઓ જેમાં ડો. સતીષ ડો.નિરંજન, ડો.મૈત્રય, ડો. રાજલક્ષ્મી, ડો. ધમેન્દ્ર, ડો. જિગ્નેશ, ડો. અભિષેક, ડો. કૃણાલ, ડો. ભગીરથ, ડો. મોનિકા, ડો. મેધા, ડો. રશેષ, ડો. મનિષ, ડો. જયોતિ, ડો. પર્યા, ડો. મહેશ, ડો.સુમેશ, ડો. પ્રાપ્તિ વગેરે તેમજ અન્ય સર્વે સ્ટાફ મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.