ઉમિયા કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા ફિલ્ડ માર્શલ વાડી ખાતે થયું આયોજન
બહોળી સંખ્યામાં શહેરીજનોએ આયુર્વેદ અને હોમિયોપેથીક સારવારનો લાભ લીધો
આયુર્વેદ એક જીવન સેલી છે જીવનનું વિજ્ઞાન છે. આયુર્વેદમાં દર્શાવ્યા મુજબની જીવન શૈલી રાખી છે તો ઓછામાં ઓછા રોગ શરીરમાં આવશે આપણી સંસ્કૃતિ દ્વારા ઋષિમુનિઓએ જીવન જીવવાનુ જ્ઞાન આપ્યું છે. એ જ્ઞાન મુજબ જીવીએ અને આપણી પરંપરા સાચવી અને તંદરુસ્ત રહીયે. આયુર્વેદ ઋષિમુનીઓ દ્વારા આપવામાં આવેલી એક ભેટ છે. આ સંદર્ભે રાજકોટમાં જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આયુર્વેદ દ્વારા જટીલમાં જટલી રોગનું નિવારણ થઇ શકે છે. અને ગુજરાત સરકાર દ્વારા પણ આવી કામગીરી અને કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. આજનું આ કેમ્પનું આયોજન લોકોને તંદુરસ્ત રાખવા અને આપણી સંસ્કૃતિ આયુર્વેદને સાચવી રાખવી, લોકોને જાણ થાય આયુર્વેદથી કેટલો ફાયદો થાય છે.
આયુર્વેદ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ: ડો. ભાનુ મહેતા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા જે જુદા જુદા પ્રકલ્પો થાય છે. એમાં આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત રાજકોટ દ્વારા આજરોજ વોર્ડ નં. 4 માં ફિલ્ડ માર્શલ વાડી ખાતે સર્વરોગ આયુર્વેદ અને હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ તેમજ સ્વસ્વદિનચર્ચા, જીવનશૈલી, રસોડાના ઔષધો, યોગનું માર્ગદર્શન આ જુદા જુદા પ્રકલ્પો દ્વારા લોકોને માહીતગાર કરવા માટેનો એક કેમ્પ આજરોજ આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન માટે ઉમીયા કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા ફિલ્ડ માર્શલ વાળીના સહયોગથી અમને સહયોગ પ્રાપ્ત થયો છે. અને આ કાર્યક્રમમાં અને આ કાર્યક્રમમાં આ એરીયાના કોર્પોરેટર અને સર્વે આગેવાનોએ હાજર રહી અમને પ્રોત્સાહન આપેલ છે. આ કેમ્પમાં 1પ0 જેવા દર્દીઓ લાભ લીધેલો છે.