આ કેસની સુનાવણી માટે સીજેઆઈ ગોગોઈએ બનાવેલી પાંચ જજોની બેંચના જજ યુ.યુ. લલિત સામે પત્રકારના વકીલે સવાલ ઉઠાવતા; લલિત કેસથી અળગા થઈ ગયા બેંચમાં હવે નવા જજ મુકાયા બાદ આગળ સુનાવણી હાથ ધરાશે
રામલલ્લાને લઈ કોર્ટમાં પણ અસમંજસની સ્થિતિ છે અયોધ્યા વિવાદ પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ફરી એક વાર ટળી ગઈ છે. આગલી સુનવણી ૨૯ જાન્યુઆરીએ થશે મહત્વનું છેકે રામે ૧૪ વર્ષનો વનવાસ ભોગવ્યા બાદ અયોધ્યાની ગાદી પર બેઠા હતા. પરંતુ રામ મંદિરના વિવાદને ત્રણ દાયકા જેટલો સમય થઈ ગયો છે.આજની સુનાવણીને લઈ ખંડપીઠના સદસ્ય જજ યુ.યુ. લલીત સામે મુસ્લિમ પક્ષના વકિલ રાજીવ ધવને સવાલ ઉઠાવતા જસ્ટીસ યુ.યુ.લલીતે પોતાને ખંડપીઠથી અલગ કરી દેતા નવી ખંડપીઠનું નિર્માણ થશે અને આગામી ૨૯ જાન્યુ.એ અયોધ્યા મામલે સુનવણી થશે.
ઉલ્લેખનીય છે કે સવિધાનની ખંડપીઠના જસ્ટિસ યુ.યુ. લલિત ખંડપીઠમાંથી ખસી જતા આ મામલે ૨૯ જાન્યુ.એ સુનાવણી થશે. મહત્વનું છે કે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને યુ.યુ. લલિતની ખંડપીઠમાં વરણીને લઈ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે ૧૯૯૪માં કલ્યાણસિંહ માટે યુ.યુ.લલિત રજૂ થઈ ચૂકયા છે. જેને પગલે હવે આ ખંડપીઠમાં યુ.યુ. લલિતની સભ્ય તરીકેની વરણી પર સવાલ ઉઠાવ્યો હતો. આમ જસ્ટિસ યુ.યુ. લલિતને લઈ સમગ્ર મામલો ફસાયો હતો.
મહત્વનું છે કે કોર્ટ નકકી કરવા માંગતી હતી. કે આ મામલે ઝડપી અને નિયમિત સુનવણી થવી જોઈએ કે નહી વકીલ હરિનાથ રામે નવેમ્બરમાં જનહિત અરજી દાખલ કરી આ માંગ કરી હતી. આ સુનાવણી ઈલાહબાદ હાઈકોર્ટમાં સપ્ટેમ્બર ૨૦૧૦ના ચુકાદાની સામે દાખલ ૧૪ અપીલો પર થવાની છે.
અગાઉ આ મામલે સુનવણી પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની વાળી ત્રણ સભ્યોની બેંચ કરી રહી હતી. ૨ ઓકટોબરે તેમની નિવૃત્તિ બાદ આ કેસને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની નેતૃત્વવાળી બે સભ્યોની બેંચમાં સૂચીબધ્ધ કરી દેવાયો આ બેંચમાં ૪ જાન્યુઆરીએ કેસની સુનવણીની તારીખ ૧૦ જાન્યુઆરી નકકી થઈ હતી.
મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. અને રામ મંદિર મુદે રાજકીય પક્ષોની પણ મીટ મંડાયેલી છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતુ કો ન્યાયીક પ્રક્રિયા પુરી થયા બાદ સરકાર તરીકે જે પણ અમારી જવાબદારી હશે તેને પૂરો કરવાનો અમારો પ્રયાસ હશે.
અયોધ્યાના રામ જન્મભૂમિ વિવાદ સાથે સંબંધીત ૨.૭૭ એકર જમીન મામલે ઈલાહબાદ હાઈકોર્ટ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ના ૨.૧ના બહુમતના ફેસલા સામે શીર્ષ કોર્ટમાં ૧૪ અરજીઓ દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટના આ ચુકાદામાં વિવાદિત જમીન સુન્ની વકફ બોર્ડ, નિર્માહી અખાડા અને રામલલા વિરાજમાન વચ્ચે બરાબર વહેંચવાનો આદેશ અપાયો હતો. આ ચુકાદા સામે અરજી દાખલ થતા હાઈકોર્ટે મે. ૨૦૧૧માં કોર્ટના નિર્ણય પર રોક લગાવવા સાથે વિવાદીત સ્થળને યથાસ્થિતિ બનાવી રાખવા આદેશ આપ્યો હતો.
આ સુનાવણી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગાઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની ખંડપીઠ જેમાં ન્યાયમૂર્તિ એસ.એ. બોબડે, ન્યાયમૂર્તિ એન.વી.રમણ, ન્યાયમૂર્તિ યુ.યુ. લલિત અને ન્યાયમૂર્તિ ધનંજય વાય.ચંદ્રચુડ સામેલ હતા પરંતુ યુ.યુ. લલિત આ ખંડપીઠમાંથી નીકળી જતા હવે તેમની જગ્યાએ નવા એક જજની વરણી થશે અને ત્યારબાદ આ ખંડપીઠ ૨૯ જાન્યુઆરીએ વધુ સુનવણી હાથ ધરશે.