અયોધ્યાયમાં એક્વાયર્ડ પરિસરમાં 5 જુલાઈ 2005ના રોજ થયેલા આતંકી હુમલા વિશે 14 વર્ષ પછી મંગળવારે પ્રયાગરાજની સ્પેશિયલ કોર્ટમાં ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. કોર્ટે ચાર દોષિતોને આજીવન કેદની સજા આપી છે. જ્યારે એક આરોપી મોહમ્મદ અઝીઝને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

કોર્ટે ઈરફાન, મોહમ્મદ શકીલ, મોહમ્મદ નફીસ, આસિફ ઈકબાલ ઉર્ફે ફારુકને આજીવન કેદની સજા સંભળાવી છે. તેમના પર અઢી લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. નિર્ણયને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આરએસએફ અને પીએસીની વધારે ફોર્સ પણ તહેનાત કરવામાં આવી છે.

આ પહેલાં અલાહાબાદ હાઈકોર્ટના આદેશ પર 8 ડિસેમ્બર 2006ના રોજ આ કેસ ફૈઝાબાદથી પ્રયાગરાજ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. પ્રયાગરાજ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સ્પેશિયલ જજ અતુલ કુમાર ગુપ્તાએ બે વર્ષ પહેલાં માર્ચ મહિનામાં આ મામલે સુનાવણી પૂરી કર્યા પછી તેમનો નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો. 14 વર્ષ પહેલાં થયેલા આ આતંકી હુમલામાં 2 લોકોના મોત થયા હતા. જ્યારે સાત લોકો ઘાયલ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.