- શોભાયાત્રા, મહાપ્રસાદ, મહા આરતી સહિતના વિવિધ કાર્યક્રમમાં શ્રીરામના નાદ ગુંજ્યા
સૌરાષ્ટ્રમાં શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે શોભા યાત્રા તેમજ મહાપ્રસાદ મહા આરતી સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા સૌરાષ્ટ્ર આખું રામમય બની ભક્તિના રંગે રંગાણું હતું સૌરાષ્ટ્રમાં અયોધ્યા નગરી જેવો માહોલ સર્જાયો છે આ તો ભક્તોમાં અદભુત પૂર્વ ઉત્સાહ સાથે હજારો રામ ભક્ત શોભાયાત્રામાં જોડાયા હતા જય શ્રીરામ થી સમગ્ર હતું ઠેર ઠેર વિવિધ દોઢસો રજવાડી રથો સંસ્થાઓ મંડળો દ્વારા પોતાની કલાનો પ્રદર્શન કરવામાં આવ્યું હતું રામપુર તો દ્વારા શરબત છાશ, ચા ,પાણી જેવી વિવિધ વસ્તુઓનો સેવાના ભાવથી વિતરણ કરવામાં આવી હતી.
જામકંડોરણા વર્ષોથી ચાલી આવતી પરંપરાગત વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા રામલલાની ભવ્ય રથયાત્રા રામ મંદિરથીભવ્ય શરૂ થઈ પટેલ ચોક ખોડીયાર ચોક તેમજ મેન બજારના વિવિધ માર્ગો પરથી વાજતે ગાજતે પસાર થઈ હતી રથયાત્રાના રૂટ ઉપર જુદી જુદી સંસ્થા સાથે જોડાયેલા ભાઈઓ દ્વારા ઠંડા પીણા ની સેવાઓ આપી હતી રથયાત્રામાં ભાગ લેનાર જુદા જુદા ગ્રુપના ભાઈઓને લલીતભાઈ રાદડિયા દ્વારા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિશા શ્રીમાળી સોની જ્ઞાતિ ભાઈઓ તથા બહેનો દ્વારા શોભાયાત્રામાં પ્રસાદના ભાગરૂપે ભવ્ય કેન્ડીવિતરણ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ શોભા યાત્રા કેન્ડી વિતરણ કરી હતી અને મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો
સુત્રાપાડા શહેર જયશ્રી રામ ના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત આ શોભા યાત્રા નું પ્રસ્થાન શ્રી નવદુર્ગા મંદિર થી કરવામાં આવેલ હતું તેમજ સમાપન શ્રી રામ મંદિર રચવન ઋષિ આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું તેમજ સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલીપભાઈ બારડ ની ઓફીસે શરબત ઠંડા પીણા નું આયોજન કરવામાં આવેલ તેમજ ભગવાન શ્રી રામ ચંદ્રજીની ભવ્ય શોભા યાત્રામાં બહોળી સંખ્યા માં સનાતન હિન્દુ ધર્મ પ્રેમી જનતા જોડાઈ હતી.
ધોરાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં વહેલી સવારે રામ મંદિર ખાતેથી આ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું અને ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી લોકો દ્વારા જય જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા અને વિવિધ સંસ્થાના હોદ્દેદારો દ્વારા ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓનું શોભાયાત્રા માં ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું ધોરાજી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો આભવ્ય શોભા યાત્રામા જોડાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં પણ રામજન્મ નિમિત્તે એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને હિન્દૂ પરિષદ દ્વારા શોભાયાત્રા શહેરના રામ મહેલ મંદિરે તથા રોકડિયા હનુમાન મંદિરેથી પૂર્વ મંત્રી આઈ કે જાડેજા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ના હસ્તે પ્રસ્થાન થયું હતું. શોભાયાત્રા દરમિયાન અનેક ટ્રેક્ટરમાં ધામિઁક સ્ટોલ ઉભા કરાયા હતા જેમાં યુવાનો દ્વારા અખાડાની રમત ખાસ આકઁષણનુ કેન્દ્ર રહ્યુ હતુ. તલવાર બાજી, સહિત વિવિધ કરતબો કરવામાં આવ્યા હતા ભગવાન શ્રી રામની શોભાયાત્રામા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે ધ્રાંગધ્રા ઉઢજઙ,પીઆઇ, પીએસઆઇ,એલ.સી.બી, એસ.ઓ.જી સહિતના સ્ટાફનો પુરતો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા પૂર્ણ થઇ હતી. શોભાયાત્રામાં જોડાનાર માટે ગામના વેપારીઓ, આગેવાનો દ્વારા સરબત, પાણી,ના સ્ટોલ રાખીને લોકોને નિ:શુલ્ક મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
પ્રભાસતીર્થમાં આવેલા પાવન શ્રી રામ મંદિર ખાતે રામ જન્મોત્સવની વિશેષ ઉજવણી શ્રદ્ધા અને ભક્તિભાવે કરવામાં આવી. શ્રી રામના પાવન અવતરણ દિન નિમિત્તે શ્રી રામ મંદિર પરિસરમાં ધ્વજા પૂજન, ત્રિંશોપચાર પૂજન, જન્મોત્સવ આરતી, મહાપ્રસાદ વિતરણ, અન્નકૂટ અને મહા આરતી જેવા વિધિવત ધાર્મિક કાર્યક્રમો યોજાયા. આ રામોત્સવ પ્રસંગે દેશના અનેક ભાગોથી આવેલ યાત્રિકોએ હાજરી આપી ભગવાન શ્રી રામના જન્મોત્સવમાં સહભાગી થવાની આનંદદાયક અનુભૂતિ કરી. ભાવનાભૂમિ પ્રભાસમાં ગુંજેલી જયશ્રીરામની ધ્વનિએ સમગ્ર વાતાવરણને ધાર્મિક ભાવનાથી સંપૃક્ત કર્યું. આ પાવન અવસરે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી સમગ્ર ભક્તોને અને જનસમૂહને ભગવાન શ્રી રામના જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
સાવરકુંડલા, શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત રામનવમીની ભવ્ય શોભાયાત્રાએ સાવરકુંડલા શહેરને ભક્તિના રંગે રંગી દીધું હતું. જાણે કે અયોધ્યા નગરી જ સાવરકુંડલામાં ઉતરી આવી હોય તેવો દિવ્ય માહોલ સર્જાયો હતો. ભક્તોનો અભૂતપૂર્વ ઉત્સાહ
હજારો રામભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા, જેમણે જય શ્રી રામના નાદથી સમગ્ર નગરને ગુંજવી દીધું હતું. શોભાયાત્રાના સમગ્ર માર્ગ પર ભક્તોનો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો.
આકર્ષક ફ્લોટ્સ અને પ્રદર્શનો શોભાયાત્રામાં વિવિધ સમાજના આકર્ષક ફ્લોટ્સ, રજવાડી રથ અને વિવિધ સંસ્થાઓ તેમજ મંડળો દ્વારા પોતાની કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તેમજ આકર્ષક ફ્લોટ્સ અને પ્રદર્શન આ શોભાયાત્રાને વધુ આકર્ષક અને ભવ્ય બનાવી હતી.
વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આયોજિત માણાવદરમાં શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે ઐતિહાસિક શોભાયાત્રા નીકળી હતી 20,000 થી વધુ નગરજનો આ શોભાયાત્રામાં જોડાયા હતા. માણાવદરના જવાહર રોડ ઉપર આવેલ રામ મંદિરે ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી માણાવદરના જવાહર રોડ ઉપર આવેલ રામ મંદિરેથી બપોરે 5:00 વાગે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો શોભાયાત્રા માણાવદરના રાજમાર્ગો પર ફરી હતી.
ખંભાળીયામાં શ્રીરામ નવમીના શ્રીરામ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં લોકો ભાવિકો ધર્મપ્રેમી જનતા તથા મહિલાઓ પણ મહા સમુહમાં જોડાયા હતા. ખંભાળીયામાં નગર ગેઇટ પાસેના શ્રીરામ મંદિરેથી ભગવાનની આરતી કરીને શોભાયાત્રા રવાના થઇ હતી. તથા શહેરના નગર ગેઇટ લુહાશાળ, મેઇન બજાર, વિજય ચોક, શાક માર્કેટ, જોધપુર ગેઇટ, થઇને આ શોભાયાત્રામાં રાત્રે ફરી શ્રીરામ મંદિરે પૂર્ણ થઇ હતી જયાં મહાઆરતી થઇ હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ ભકતો જોડાયા હતા.
અમરેલી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવી. ભારતીય ઉપખંડના હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈવી શક્તિઓ હાવી થવા લાગી ત્યારે શ્રીરામને તેના નાશ કરવા માટે જન્મ લીધો તે સમયે હતો મધ્યાહનનો અને તિથિ હતી ચૈત્ર સુદ નોમ રામના જન્મને આજે પણ રામનવમી તરીકે રામધૂનથી ઉજવવામાં આવે છે પ્રભુ શ્રી રામે માતા, પિતા, ગુરુ, પત્ની અને નાના ભાઈભાંડુ ફરજો ઉપરાંત કુટુંબો તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા સાથે મર્યાદા પુરુષોત્તમ તરીકેનું જીવન વ્યતિત કર્યું હતું,પ્રભુ શ્રીરામનું ચરિત્ર દરેક બાળક સમજે અને જીવનમાં તેમના ગુણો અપનાવે તેવા પવિત્ર હેતુથી શ્રીમતી એસ.એચ. ગજેરા અંગ્રેજી અને મિશ્ર માધ્યમ શાળા દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીરામની આરતી, ધૂન, ભજન વગેરે દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. શિક્ષક મિત્રો દ્વારા પ્રભુ શ્રીરામના જીવનના કેટલાક પવિત્ર પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું હતું બાળકોને રામાયણ વિશે કેટલીક પ્રશ્નોત્તરી કરી તેમનું રામાયણ ગ્રંથ વિષયના જ્ઞાનમાં વૃદ્ધિ કરવા માં આવી હતી. અંતે પ્રસાદ વિતરણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
જસદણ વિંછીયામાં રવિવારે શ્રી રામ જન્મોત્સવ અંગે શોભાયાત્રા નીકળી જેઓ વાજતે ગાજતે પુર્ણ થઈ હતી જેમાં કોમી એકતાના દ્ર્શ્યો તાદ્રશ્યો સર્જાયા હતાં. જસદણમાં સુન્ની મુસ્લિમ સમાજના વેલકમ ચેરિટેબલ ટ્રસ્ટના રફીકભાઈ રાવાણી દ્વારા ઠંડી છાશનું વિતરણ વીંછિયામાં પાણી ગેટ પોલીસ ચોકી પાસે સુન્ની મુસ્લિમ બિરાદરોએ શરબતનું વિતરણ કરી દેશના આ રામ જન્મોત્સવ અવસરે ખંભેખંભા મિલાવી પ્રસંગને શોભાવ્યો હતો. જસદણમાં પીઆઈ તપન જાની વિંછીયામાં પી આઈ જે પી રાવ અને સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શોભાયાત્રામાં ભાવિકોને કોઈ અડચણ કે હાલાકી વેઠવા દીધી નહોતી.
વર્ષોની પરંપરા મુજબ ગાંધીધામ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે ના આશાપુરા મંદિર ભારતનગરથી રથયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતો, મહંતો સહિત વિવિધ સમાજના આગેવાનો પણ જોડાયા હતા. યાત્રામાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સંત-મહંતો, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા હતા. સનાતન શ્રીરામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા, સિંધી સમાજ ઝુલેલાલ મંદિર, જૈન સોશિયલ ગ્રુપના સહયોગથી ચેટીચંદના તહેવારથી જ સંકુલની બજારોમાં રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો હતો. આયોજનમાં રાજભા ગઢવી. મોમાયાભા ગઢવી સહિતના આગેવાનો જોડાયા હતા. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શનથી પોલીસ દ્વારા વિવિધ પોઇન્ટ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પાલીતાણા શહેરમાં સમીમાળી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા માળી જ્ઞાતિના મંદિરથી પ્રસ્થાન થઇ શહેરના મુખ્ય માર્ગ પર ફરી હતી અને આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું. મુખ્ય માર્ગ પર ફરી માળી મંદિર આવી પહોંચી હતી. રાજકીય પાર્ટી દ્વારા પણ શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું.
ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે હિન્દુ સેના દ્વારા શ્રી રામજન્મોત્સવ અવસરે ભવ્ય શોભાયાત્રા આયોજન કરાયું હતું જેમા મનોકામના સિધ્ધ હનુમાનજી મંદિર ના મહંત શ્રી નરસીદાસ બાપુ અને ભુદેવ ના મંત્રોચાર થી થયુ હતું. આતકે ગાંધીચોક ખાતે ભાજપ દ્રારા લીંબુ સરબત સ્ટેન રાખવા મા આવ્યું હતું, જામનગર જીલ્લા પ્રમુખ વિનુભાઇ ભંડેરી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઇ કોટેચા, સુરેશભાઈ ગોસાઈ ધ્રોલ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ, ગૌરવ મહેતા હિન્દુ સેના પ્રમુખ, રસીકભાઇ ભંડેરી સહિતના આગેવાનો શોભાયાત્રા માં જોડાયા ધ્રોલ શહેર તથા તાલુકાના રાજકિય, સામાજીક અગ્રણી ઓ તથા નગરજનો એ હાજરી આપી હતી શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ, શોભાયાત્રા પુર્ણ થયે તમામ ભકતોને હિન્દુ સેના દ્રારા મહાપ્રસાદનું આયોજન કરવામા આવેલ હતું.
બગસરા શહેરના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્રીરામજન્મોત્સવ નિમિતે શ્રીરામચંદ્ર ભગવાનની ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરેલ છે. જેમાં શહેરના તમામ સનાતની હિન્દુ સમાજના સાથ સહકારથી શહેરને શણગારવામાં આવ્યુ હતું.તેમજ શોભાયાત્રામાં સુંદર આકર્ષક શુશોભિત 15 જેટલાં ટ્રેક્ટર ફ્લોટ કરવામાં આવ્યા હતા, જેમાં ખાશ આકર્ષણ ભગવાન રામની ભવ્ય પ્રતિમાજે આશરે 10 ફૂટ ઉંચી અને ભવ્ય બનાવવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રીરામચંદ્ર તેમજ માતા જાનકી અને રામદરબાર સહીત વેસભૂષા કરવામાં આવી હતી.