રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદમાં હવે જમીન કોની માલિકીની તે જ મોટો પ્રશ્ર્ન
૧૯૯૨થી અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદ શરૂ યો છે અને આ મામલે હાલ સુપ્રિમ કોર્ટમાં કાનૂની જંગ ચાલી રહ્યો છે ત્યારે ધાર્મિક સંગઠનોને બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિ વિવાદમાં હવે બન્ને કોમોની આસને બદલે આ મિલકત કે જમીનની માલિકી કોની તે પ્રશ્ર્ન જ મહત્વનો બની ગયો હોવાનું સાબીત ઈ રહ્યું છે.
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને એસ.અબ્દુલ નજરની બેંચ સમક્ષ વરિષ્ઠ વકીલ હરીશ સાલવે દ્વારા મુળવાદી ગોપાલસિંઘ વિસારદની હાજરી વચ્ચે આ કેસ અંગેની દલીલો દરમિયાન જણાવ્યું હતું કે, ૧૯૫૦માં દાવો દાખલ યો હતો જેનો મોટી બેંચ સમક્ષ ઉલ્લેખીત કરવાની કોઈ જરૂર ની. વધુમાં ૧૯૯૨ની ઘટનાી આ કેસ આગળ વધ્યો છે અને આજે માત્ર જમીન વિવાદ પર જ આ કેસ આધારીત છે. વધુમાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ કેસમાં ગોપાલસિંઘ વિસારદ અને એમ.સીદીક બન્ને મુળ દાવેદારો મૃત્યુ પામ્યા છે અને કાનૂની વારસદારો દ્વારા આ કેસ સંદર્ભે રજૂઆતો ઈ રહી છે.
દરમિયાન અયોધ્યા કેસમાં સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, અયોધ્યામાં વિવાદાસ્પદ જમીન અને સંપાદન અવા ભાગલા સોથી સંકળાયેલ ૧૯૯૪ના ચુકાદાને પુન: વિચારણા માટે સંદર્ભમાં લેશે કે કેમ તે કોર્ટ નકકી કરશે. જો કે, સાલવેએ જણાવ્યું હતું કે, રાજકીય રીતે સંવેદનશીલ ધાર્મિક સંવેદનશીલ મુદ્દાને કોર્ટની રૂમની બહાર રાખવો જોઈએ.
સુપ્રિમ કોર્ટમાં ચાલતી કાનૂની લડાઈમાં હરીશ સાલવેએ અપીલની સુનાવણી દરમિયાન ત્રિપલ તલાક કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો અને પાંચ જજોની બંધારણીય બેંચ સમક્ષ કરવામાં આવેલ અપીલના મુદ્દાને તાકતા જણાવ્યું હતું કે, બે સમુદાય વચ્ચેના આ વિવાદીત કેસને ફકત સંપતિ વિવાદ ગણવો જોઈએ. જેને આ કેસમાં ઉપસ્તિ રહેલ ભૂતપૂર્વ એટર્ની જનરલ કે.પરાશરને પણ ટેકો આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, આ કેસને ત્રણ જજને બેંચ જ સાંભળે પાંચ જજની બેંચમાં ન મોકલ્વો જોઈએ.
વધુમાં દલીલમાં એવું પણ જણાવ્યું હતું કે, પાંચ ન્યાયધીશની બંધારણીય બેંચ માત્ર કાયદાના પ્રશ્ર્ન સો વિવાદ કરી શકે. મિલકત વિવાદ માટે નહીં. આ જટીલ કે સંવેદનશીલ બાબત ની કે જે મોટી બેંચ દ્વારા સાંભળવાની જરૂર હોય.
આમ રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ કેસમાં સુપ્રિમ કોર્ટમાં આ વિવાદીત મુદ્દાને ધર્મના નામે જોડવાને બદલે સંપતિ વિવાદ તરીકે ગણવા ધારદાર દલીલો કરવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com