દેશભરમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવા અયોધ્યા કેસની સુનાવણીમાં આજે પાંચ જજોની ખંડપીઠમાં એક જજની ગેરહાજરીથી વિઘ્ન આવ્યું છે.સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાની સુનાવણી માટે રચવામાં આવેલી પાંચ જજોની બેચ દ્વારા આજે મંગળવારે થનારી સુનાવણી દરમ્યાન એક જજની ગેરહાજરીથી આ સુનાવણી આજે ન કરવાનું સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું છે.
અયોધ્યા કેસ માટે બનાવવામાં આવેલી પાંચ ન્યાયમુર્તિઓની બંધારણીય બેંચમાં સામેલ ન્યાયમૂર્તિ એસ.એ.બોબડેની ગેરહાજરીને ધ્યાને લઈ આજે હાથ ધરાનાર સુનાવણી શકય ન હોવાના સંજોગોના પગલે અયોધ્યા કેસમાં પ્રારંભીક તબકકામાં જ વિઘ્ન આવ્યું છે.
દેશના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ દેશના રાજકારણને સામાજિક ક્ષેત્રે ખૂબજ સંવેદનશીલ બની ગયેલા અયોધ્યા કેસની ઝડપી સુનાવણી માટે પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠમાં બે ન્યાયમૂર્તિની ગત સપ્તાહના અંતે જ નિમણૂંક કરી હતી.
અયોધ્યા કેસ માટે રચવામાં આવેલી પાંચ ન્યાયમૂર્તિની ખંડપીઠ દ્વારા ગત ૧૧મી જાન્યુઆરીએ ખંડપીઠમાંથી ન્યાયમૂર્તિ યુ.યુ.લલિતે અયોધ્યા કેસમાંથી હટી જવાની જાહેરાત કરી હતી. ન્યાયમૂર્તિ યુ.યુ.લલિત અગાઉ આ કેસમાં પક્ષકારોના વકીલ તરીકે હતા. ગયા શુક્રવારે અયોધ્યા કેસ માટે રચવામાં આવેલી ખંડપીઠમાં ન્યાયમૂર્તિ અબ્દુલ નઝીર અને અશોક ભુષણને ઉમેરવામાં આવ્યા હતા.
મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા રચવામાં આવેલી એ સમિતિમાં ન્યાયમુર્તિ દિપક મિશ્રા, ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડ અને એન.વી.રમનની દસમી જાન્યુઆરીએ સમિતિના નવા સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી હતી તે દરમ્યાન ન્યાયમૂર્તિ લલિતે આ ખંડપીઠમાંથી હટી જવાનો નિર્ણય કરી આ અંગેનું કારણ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આ મામલે ઉત્તરપ્રદેશના,મુખ્યમંત્રી કલ્યાણસિંહના વકીલ તરીકે વર્ષ ૧૯૯૭માં પોતે આ કેસમાં જોડાયા હોવાથી નૈતિકતાના ધોરણે આજ વિષય માટે રચવામાં આવેલી ખંડપીઠની સુનાવણીમાં ન્યાયમૂર્તિ પોતાને રહેવું ન જોઈએ અયોધ્યાની જમીનની માલીકી મુદ્દે છ દાયકાથી ચાલી આવતી કાયદાકીય ગુંચના પાયાના અયોધ્યા વિવાદના મુખ્ય વિષય તરીકે આ મુદ્દો ૧૬મી સદીમાં બનાવાયેલી કથિત બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિર હોવાને હિન્દુ સંગઠનોએ કરેલા હોવાથી અયોધ્યા મુદ્દો દાયકાઓથી સળગી રહ્યો છે. દરમિયાન ૧૯૯૨માં આ મુદ્દો એકાએક દાવાનળ બનીને ભડકી ઉઠયો હતો.શાસક પક્ષ ભાજપ અને સહયોગી જુથે આ મુદ્દે જલ્દીથી સુનાવણી થાય અને કેસનો નિવેડો આગામી ચૂંટણીઓ પહેલાં જ આવે તે માટે કોર્ટમાં દાદ માંગી હતી.
ગયા વર્ષે સુપ્રિમ કોર્ટે આ મુદ્દે ઉતાવળે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. અલબત તેમ છતાં દાયકાઓ જુના આ કેસની સુનાવણી નિરંતર દરરોજ થાય તેવી તૈયારીઓ અદાલતે કરી હતી. પરંતુ અયોધ્યા કેસ માટે બનાવાયેલી પાંચ જજોની ખંડપિઠમાં સામેલ ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે અગાઉ અયોધ્યા કેસમાં ઉત્તરપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણસિંહના વકીલ તરીકે જોડાયેલા હોવાથી આ કેસમાં પોતે ન રહી શકે તેવું કારણ આપી અડગા થઈ જતાં આજે થનારી સુનાવણી મુલત્વી રહેશે.