- વિશાળ અધ્યતન કોમર્શિયલ પ્રોજેક્ટ નિર્માણાધીન: સંપૂર્ણ બિલ્ડિંગ બીમલેસ
રાજકોટ રીયલ એસ્ટેટ ક્ષેત્રે હરણફાળ વધી રહ્યું છે.રાજકોટ આજે તેના સીમાડા વટાવીને નવા અધ્યતન પ્રોજેક્ટ માટે જાણીતું થયું છે.રાજકોટમાં એવું જ એક સ્માર્ટ સિટી રાજકોટનું નવું નજરાણું સમૂહ બનશે અયોધ્યા બિઝનેસ સેન્ટર.રાજકોટના રૈયા રોડ સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમની પાસે અયોધ્યા બિઝનેસ સેન્ટર નિર્માણાધીન થવા જય રહ્યું છે.
JM2 ટ્રેડિંગ કંપનીના શૈલેષભાઈ માવ,મિતેશભાઈ, કેયુરભાઈ,તનુજભાઈ કંપનીના પાર્ટનર રાજકોટમાં 25 વર્ષ નો રિયલ એસ્ટેટમાં અનુભવ ધરાવે છે.મલ્ટી નેશનલ ક્ધસલ્ટનના સહયોગથી બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.અયોધ્યા બિઝનેસ સેન્ટરના લોન્ચના પ્રસંગે શૈલેષભાઈ માવના જણાવ્યા અનુસાર અયોધ્યા બીઝનેસ સેન્ટર કોમર્શિયલ પ્રોજેક્ટ છે.
પ્રથમ ચાર માળ ભવ્ય શોપિંગ સેન્ટર છે.ત્યારબાદ તમામ માળ પર કોમર્શિયલ ઓફિસ કરવામાં આવી છે.ઉપરના ત્રણ માળની સ્ટાર પ્લસની હોટલ રહેશે. રાજકોટના લોકોને કંઈક નવું આપવાના હેતુથી સૌ પ્રથમ બીમલેસ બિલ્ડીંગનું અમારા પ્રોજેક્ટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની ખાસ વાતમાં 10 થી 11 ઇંચ ના સ્લેબ આવશે.સૌથી મોટી વાત હાઈગ્રેડ મટીરીયલ્સનો બાંધકામમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.દેશના વિશાળ પ્રોજેક્ટ જે નિર્માણ થતા હોય છે.જે મટીરીયલ તેમાં ઉપયોગ કરવામાં આવે છે એ જ મટીરીયલનો ઉપયોગ અયોધ્યા બિઝનેસ સેન્ટર પ્રોજેક્ટ માં કરવામાં આવ્યો છે.
અયોધ્યા બિઝનેસ સેન્ટર પ્રોજેક્ટર સ્માર્ટ સિટી રાજકોટ થી માત્ર 300 મીટર રાજકોટના પ્રથમ 200 ફીટ રોડથી માત્ર 200 મીટર દૂર છે.નવા રાજકોટનો પ્રારંભનો અયોધ્યા બિઝનેસ સેન્ટર થી થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેમ અયોધ્યા મંદિરની 1000 વર્ષની નિવ મૂકી છે.એ જ રીતે રાજકોટ માટે અમે અયોધ્યા બિઝનેસ સેન્ટરની સો વર્ષની નીવ મૂકી છે.અયોધ્યા બિઝનેસ સેન્ટરના ભવ્ય અને વિશાળ બિલ્ડીંગના નિર્માણમાં અમારા ગ્રાહકોને વધુ સુવિધા માટે પાર્કિંગની વિશાળ અને ભવ્ય સવલત પૂરી પાડવામાં આવી છે.