કઈક કેહવાની છે આ ઘડી,
તોય યાદ આવે બસ ફરિયાદ તારી
આવી તું જીવનમાં પરછાયો બની,
તોય યાદ આવે બસ ફરિયાદ તારી
દૂર રેહવું તારા વગર ફાવતું નથી,
તોય યાદ આવે બસ ફરિયાદ તારી
જીવનની છે ચાસણી તું મારી,
તોય યાદ આવે બસ ફરિયાદ તારી
જીવનની હર ઘડી છે તું મારી,
તોય યાદ આવે બસ ફરિયાદ તારી
ધબકારા મારા તારા થકી,
તોય યાદ આવે બસ ફરિયાદ તારી
પ્રેમ છે અવિરત આપણો,
તોય યાદ આવે બસ ફરિયાદ તારી
શબ્દોથી છે મલકાટ આપણો,
તોય યાદ આવે બસ ફરિયાદ તારી
દેખાય તું વિચારોમાં મુજને,
તોય યાદ આવે બસ ફરિયાદ તારી
સમજાય મારા મનને બસ તુજ,
તોય યાદ આવે બસ ફરિયાદ તારી
કર્યું તે જીવનમાં બધુજ મારું,
તોય યાદ આવે બસ ફરિયાદ તારી
મારો સુરજ તારા મુખડાથી ઊગે,
તોય યાદ આવે બસ ફરિયાદ તારી
રસ્તાઓ હતા વિપરીત આપણl,
ચાલ્યા પણ સાથેજ આપણે
તોય યાદ આવે બસ ફરિયાદ તારી
ગમતી – અણગમતી વાતો આપણી,
મને લઈ જાય પાછી તારા સમીપ
તોય યાદ આવે બસ ફરિયાદ તારી
રસોઈ સદાય વખાણતો તારી,
મારી ભૂખ તારા જ થકી
તોય યાદ આવે બસ ફરિયાદ તારી
પ્રેમથી બંધાયા આપણે,
સાત વચન આપ્યા તને
તોય યાદ આવે બસ ફરિયાદ તારી
જીવનશૈલી અને ખામીઓ,
બદલાય હવે ખુશીમાં તારાથી જ
તોય યાદ આવે બસ ફરિયાદ તારી
સમજતા સમય ખૂટે મારો તને,
બદલાતા દિવસો ખૂટે મારા
તોય યાદ આવે બસ ફરિયાદ તારી
જીવન સંગિની તું મારી , સાચી સખી તું મારી
તોય યાદ આવે બસ ફરિયાદ તારી.
કવિ : દેવ એસ . મહેતા